- સોમવારી બજારમાં ETV BHARAT દ્વારા કરાયું રિયાલીટી ચેક
- બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- ખરીદી કરવા 30થી વધુ ગામના લોકો આવે
વલસાડ: સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને અટકાવવા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બહાર પાડી છે. આમ છતાં અમૂક પ્રકારના લોકો કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા હોય છે, ત્યારે ETV BHARATની ટીમ દ્વારા ધરમપુરના હાટ બજારમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બજારમાં વેચાણ કરવા આવનારા વેપારીઓ માટે તંત્ર દ્વારા ચૂનાના પટ્ટા મારીને વેચાણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં વધુ નફો કમાવવાની લાલચે વેપારીઓ ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતા નથી.
ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સને ઘોળીને પી ગયા