ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: જિલ્લાના 567 ગામના લોકો સુધી પહોંચી રામ જન્મભૂમિ માટે સહયોગ અભિયાન શરૂ કરાશે

492 વર્ષોથી હિન્દુ સમાજ જેના માટે અનેક લડાઈ લડતો આવ્યો છે. જેના માટે 4 લાખથી વધુ હિન્દુઓએ પોતાના જીવની આહુતિ આપી છે. એવા શ્રીરામ જન્મભૂમિ ઉપર રામલલાના મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે દરેક હિન્દુઓ તેમાં યથાયોગ્ય સહયોગ આપે એવા હેતુથી વિશેષ અભિયાન તારીખ 14 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ચલાવવામાં આવશે. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં પણ 567 ગામોમાં લોકો સુધી પોહચી આ કાર્યમાં સહભાગી થવા માટે જણાવવામાં આવશે.

વલસાડ
વલસાડ

By

Published : Jan 5, 2021, 3:19 PM IST

Updated : Jan 5, 2021, 3:53 PM IST

  • રામ જન્મભૂમિ નિધિ માટે સમગ્ર ભારતમાં અભિયાન શરૂ કરાશે
  • દરેક લોકો સહયોગ આપી શકે તેવી વ્યવસ્થા
  • રામ મંદિર માટે 492 વર્ષથી અનેક લડાઈઓ લડાઈ

વલસાડ: સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વિક્રમ ભાટીએ જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણમાં 4 લાખ ગામ અને 11 કરોડ લોકોનો સહયોગ લેવામાં આવશે. જે માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન ઘરે ઘરે પહોંચીને રામ મંદિરના નિર્માણ અર્થે દરેક લોકો યથાશક્તિ સહયોગ આપે એ માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેમાં લોકો રૂપિયા 10, 50, 100 અને વધુ રકમનો સહયોગ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો રામ મંદિરના પક્ષમાં આવ્યો હતો

અયોધ્યા મુદ્દા અંગે સુપ્રીમ કોર્ટનો હિન્દુઓને જમીન આપવાના પક્ષમાં આવ્યો હતો. હવે ત્યાં રામ મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે આયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અર્થે દરેક ગામ અને દરેક ઘરના લોકો આર્થિક સહયોગ આપે એવા હેતુથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા 14 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન વિશેષ સહયોગ અભિયાન હાથ ધરવામાં આવશે.

જિલ્લાના 567 ગામના લોકો સુધી પહોંચી રામ જન્મભૂમિ માટે સહયોગ અભિયાન શરૂ કરાશે

વલસાડ જિલ્લાના 563 ગામમાંથી નિધિ એકત્રિત કરાશે

14 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા નિધિ એકત્રીકરણ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં 563 ગામોમાં ઘરે ઘરે જઈને રામમંદિર નિર્માણ અર્થે નિધિ એકત્ર કરવામાં આવશે. આજે વલસાડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રી રામ જન્મભૂમી મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના વિક્રમ ભાટી, જીનેશ નહાર, પિયુષ શાહ, નટુભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jan 5, 2021, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details