વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ આજે લડી રહ્યું છે. ત્યારે છેલ્લા બે મહિનાથી લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. આવા સમયમાં કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા નિરાધાર બાળકો માટે કપરાડા તાલુકાના શિક્ષકો આગળ આવ્યા છે.
કપરાડા તાલુકાના ગુરુજનો દ્વારા 1200 બાળકોને અપાઈ રાશન કીટ
કપરાડા તાલુકાના 1,200 જેટલા નિરાધાર બાળકો માટે કપરાડા તાલુકાના શિક્ષકો આગળ આવીને રાશન કીટનું વિતરણ કરી બાળકો માટે એક ગુરુ તરીકેની ફરજ ગુરુજનોએ અદા કરી છે.
તેમણે પોતાના વિદ્યાર્થીઓ માટે એક ગુરુ તરીકેની ફરજ બજાવી છે. આવા મુશ્કેલીના સમયમાં 1,200 જેટલા નિરાધાર બાળકો માટે કપરાડા તાલુકાના શિક્ષકો દ્વારા આજે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાની સાથે તમામ નિરાધાર બાળકોના પરિવારને આજે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પ્રા.શિ.અધિકારી તેજલ બેન, કપરાડા તાલુકાના ટી.ડી.ઓ આર.સી.પટેલ, મામલતદાર કલ્પેશ સુવેરા, તાલુકાના ટીપીઓ, સંઘના હોદેદારો, શિક્ષક મિત્રો વગેરે હાજર રહ્યા હતા.