કપરાડાઃકપરાડા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા જે લગ્ન પ્રસંગમાંથી વહેલી પરોઢીએ ઘરે પરત થઈ રહી હતી. એ સમયે પાડોશી ગામના જ બે સગીર નરાધમોએ તેને જાળીમાં ખેંચી જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. જો કે આ ઘટના અંગે ત્યારે પરિવારને ખબર પડી જ્યારે સગીરાને પેટમાં દુખાવો પડ્યો હતો. સગીરાને હોસ્પિટલ માટે લાવવામાં આવી હતી. ડોક્ટરે તપાસ કર્યા બાદ સગીરાને પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવતા ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ દોડતી થઈ હતી.
આ પણ વાંચોઃ Dharmsabha in Raipur: જ્યારે હિન્દુઓ કટ્ટર થશે, ત્યારે શાંતિ ફેલાશેઃ અવધેશાનંદગીરી
લગ્નમાં ગઈ હતીઃકપરાડા તાલુકામાં લગ્ન પ્રસંગ એટલે આદિવાસી સમાજ માટે ખૂબ મહોત્સવ જેવું માહોલ હોય છે. એમાં પણ લગ્નની આગલી રાત્રે એટલે કે મંડપના દિવસે મોટી સંખ્યામાં લોકો રાત્રિ દરમિયાન ડીજે ન પાર્ટી ઉપર ઝૂમતા હોય છે. ભોગ બનેલી સગીરા તેમના નજીકના ગામમાં લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી હતી. તેની બહેનપણી સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વહેલી પરોઢિયે પરત થઈ રહી હતી. ત્યારે સમગ્ર ઘટના બની હતી.
સગીર યુવકોની સંડોવણીઃ વહેલી પરોઢિયે પરત થઈ રહેલી સગીરાને બાજુના જ ગામમાં બે નરાદમ સગીર યુવકોએ હાથ પકડી નજીકની જાળી જંગલમાં ખેંચી જઈ સગીરા સાથે દુષ્કર્મ જેવું દુષ્કૃત્ય કર્યું હતું. સગીરાને ત્યાં જ છોડી બંને સગીર આરોપી ફરાર થઈ ગયા હતા. જો કે આ ઘટનાની જાણ સગીરાય તેના માતા પિતાને કરી ન હતી. તારીખ 11 માર્ચ ની રાત્રે અને 12 માર્ચની વહેલી સવારે પરોઢિયે ચાર વાગે બનેલી આ ઘટનામાં ભોગ બનેલી સગીરાય ઘટનાની જાણ તેના પરિવારને કરી ન હતી.
આ પણ વાંચોઃ Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
આવું બન્યુઃ તારીખ 17 ના રોજ રાત્રિ દરમિયાન આ સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તેને તપાસ માટે કપરાડા સરકારી પીએસસી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તબીબે તપાસ કરતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. ભોગ બનેલી સગીરા અને તેના પરિવાર સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા તપાસ સાથે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા જે દરમિયાન હાજર તબીબે તેનું કાઉન્સિલિંગ કરી તપાસ કરતા સગીરાએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ હતી.
કપરાડામાં બનેલી આ ગંભીર ઘટના બાબતે હાલ તો પોલીસ હરકતમાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાથે જ આ ઘટનામાં અંજામ આપનાર બે યુવકો સગીર હોવાનું ખુલ્યું છે જો કે પોલીસ બંને સગીરોને લઈ આવી જુવેનાઇલ જસ્ટિસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે જણાવ્યું હતું.---વિજયસિંહ ગુર્જર (વલસાડ જિલ્લા ડીએસપી)
પોલીસને જાણ કરાઈઃ તબીબે આ ઘટના અંગે કાપરાડા પોલીસને જાણ કરતા આ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલના તબીબે સગીરાની તપાસ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ઘટનાને ગંભીરતાથી લેતા તબીબે ઘટના અંગે કપરાડા પોલીસને જાણ કરી હતી. અને તે બાદ ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લાના ડીએસપી વિજયસિંહ ગુર્જર પણ તાત્કાલિક કપરાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ Supreme Court News: PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કેસમાં પવન ખેડાની અરજી પર 20 માર્ચે સુનાવણી
ગાઈડલાઈન્સનો ભંગઃ કપરાડા તાલુકામાં લગ્ન પ્રસંગે મોડી રાત સુધી એટલે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના નિયમને તોડીને પરોઢિયે ચાર વાગ્યા સુધી ડીજેના તાલે અનેક જગ્યાઓ પર પણ લોકો ઝૂમી રહ્યા છે. સાથે જ રાત્રિના અંધકારમાં આવી અનેક ઘટનાઓ બની જતી હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક જ તે બહાર આવે છે. હાલ જે સગીરા ઘટનાનો ભોગ બની છે તે આદિવાસી સમાજમાંથી આવતી હોવાનું જાણવા મળ્યું છે.