ગુજરાત

gujarat

ETV Bharat / state

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેનારા હવસખોર માજી સરપંચની પોલીસે ધરપકડ કરી - સરપંચની પોલીસે ધરપકડ કરી

વાપી: જિલ્લાના એક ગામમાં રહેતી આદિવાસી પરિવારની એક 13 વર્ષીય સગીરને ફોસલાવી બહેલાવી તેની સાથે આચરેલા દુષ્કર્મના કેસના આરોપી તેમના જ ગામના આધેડ માજી સરપંચની પોલીસે ધરપકડ કરી છે. અહીં મહત્ત્વનું છે કે, આ કેસમાં પીડિત સગીરા સાથે દુષ્કર્મ કરી માજી સરપંચે બે માસનો ગર્ભ પણ રાખી દીધો હતો.

rape case in vapi

By

Published : Oct 1, 2019, 5:23 PM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એક ગામના આધેડ વયના માજી સરપંચે પડોશમાં રહેતા આદિવાસી પરિવારની13 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી બે માસનો ગર્ભ રાખી દેતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે મરીન પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો. જેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાડોશમાં રહેતી દીકરીને માજી સરપંચે ચોકલેટ-વેફરની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી 2 માસનો ગર્ભ રાખી દીધો છે.

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેનાર હવસખોર માજી સરપંચની પોલીસે ધરપકડ કરી

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના એક ગામના 51 વર્ષના માજી સરપંચ ચિંતામણી રમુભાઈ હળપતીએ 13 વર્ષીય સગીર દીકરીને લલચાવી ફોસલાવી અને છેલ્લા ત્રણ માસમાં અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરીને બે માસનો ગર્ભ રાખી દીધો હતો. આ શરમજનક ઘટનામાં પોલીસે દુષ્કર્મ આચરનારા હવસખોર ચિંતામણીની ધરપકડ કરી IPC કલમ 376 તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેની માતાએ નજીકના દવાખાનામાં તેનું ચેકઅપ કરાવ્યું હતું અને ત્યારે આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે, તેને 2 માસનો ગર્ભ છે. જે અંગે તેની માતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, કરિયાણાની દુકાન ધરાવતા ચિંતામણી હળપતી તેને ચોકલેટ વેફર આપીને દુષ્કર્મ આચરતો હતો અને કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. સગીરાની માતાએ અને અન્ય સગા સબંધીઓએ આ મામલે ઉમરગામ મરિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

આ તરફ આરોપી આ ઘટનાની ફરિયાદ બાદ નાસી છૂટ્યો હતો. જેની પોલીસે ગણતરીની કલાકમાં ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે DYSP મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ આરોપીની IPC કલમ 376 તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. હવે સગીરાની તેમજ આરોપીની મેડિકલ તપાસ તથા DNA ટેસ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

સગીરાના ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાની માતા મજૂરી કામ કરે છે તેમજ પિતા અવાર-નવાર માછીમારી માટે બહારગામ રહેતા હોય છે. જેનો ફાયદો આરોપી ચિંતામણી રમૂભાઈ હળપતીએ ઉઠાવ્યો હતો. આરોપીએ પોતાના ઘર આંગણામાં આવેલી નાનકડી દુકાનમાં સગીરાને બોલાવી એકલતાનો લાભ લઇ તેની સાથે છેલ્લા ત્રણ માસમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details