વલસાડના ક્રિકેટ સ્ટેડિયમમાં રણજી ટ્રોફીનું આયોજન કરાશે - Ranji Trophy organized
વલસાડ: અહીંના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આગામી 19 જાન્યુઆરીથી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચની શરૂઆત થઈ રહી છે. મેચના આયોજનની પૂર્વ તૈયારી રુપે સ્ટેડિયમમાં 12 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ અન્ય જરૂરી સુવિધાઓથી પણ સ્ટેડિયમને સજ્જ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત અને પંજાબના કેટલાક ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી.
રણજી ટ્રોફીનું આયોજન
વલસાડ શહેરમાં આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી તારીખ 19 જાન્યુઆરીથી ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમાવા જઈ રહી છે. આ સ્ટેડિયમ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી જશે. વલસાડના સ્ટેડિયમ ઉપર અત્યાર સુધીમાં BCCIની 39 રણજી મેચ સહિત કુલ 80 મેચ રમાઈ ચૂકી છે. અહીં ગુજરાત અને પંજાબ વચ્ચે રમાનારી રણજી મેચની તૈયારીના ભાગરૂપે અત્યાધુનિક સુવિધાથી સજ્જ કોમેન્ટ્રી બોક્સ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.