વલસાડ નજીક આવેલા ભાગડાવડા ગામે તળાવના કિનારે રમણીય વાતાવરણની વચ્ચે દોઢસો વર્ષ જૂના એવા રામજી મંદિરનો જીર્ણોદ્ધારનો શિલાયન્સ 1995માં કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે તેમને ખ્યાલ ન હતો. મંદિર નીચે ડિઝાઇન છે, તેમાં પાંચ શિખરો બનાવવામાં આવ્યા છે અને અંદિજીત 26000 ઘનફુટ જેટલા જોધપુર-રાજસ્થાનથી મગાવવામાં આવેલા પત્થરોમાંથી આ મંદિરનું નિર્માણ થશે અને તે અદ્દલ અયોધ્યામાં બનનારા રામ મંદિર જેવી ડિઝાઇન છે. હાલ આ મંદિરની 40 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.
તો અહીં પણ બની રહ્યું છે અદલ રામ મંદિર જેવું મંદિર! - બંસીપાલ પત્થર
વલસાડઃ રામ જન્મભૂમિ વિવાદ મામલે આવેલા ચૂકાદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનું નિશ્ચિત છે, ત્યારે વલસાડના ભાગડાવડા ગામે પણ અદ્દલ એવું જ મંદર બનશે, જેવું અયોધ્યામાં બનવાનું છે. અહીં ઉલ્લેખનીય છે કે, વલસાડમાં આ મંદિરનું કામ 40 ટકા જેટલું પૂર્ણ પણ થઇ ગયું છે. ભાગડાવડા ગામે અયોધ્યા રામમંદિર જેવું જ મંદિર બની રહ્યું છે, જેથી શ્રદ્ધાળુઓમાં પણ ખુશીની લાગણી છવાઇ છે.
તો અહીં પણ બની રહ્યું છે અદ્લ અયોધ્યા રામ મંદિર જેવું મંદિર!
મહત્વનું છે કે, આ મંદિર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પત્થરો જે એક વિશેષ પ્રકારના પત્થરો છે, જેને બંસીપાલ તરીકે ઓળખવામાં આવે છે. આ પત્થરોને રાજસ્થાન અને જોધપુરથી મગાવવામાં આવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી વિવિધ કોતરણ કામ સાથે અહીં 40થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. મંદિરના મહંત કિશોરી દાસજી મહારાજે જણાવ્યું હતું કે, જે લોકો અયોધ્યા સુધી જઇ શકતા નથી તેઓ વલસાડના આ મંદિરે દર્શન માટે આવી શકે છે અને અહીં આવીને રામ ભગવાનના આશીર્વાદ મેળવી શકશે.