ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાન રીક્ષામાં પહોંચ્યાં વલસાડ મામલતદાર કચેરીએ - રાજેન્દ્ર ત્રિવેદી સરપ્રાઈઝ વિઝિટ

મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રીક્ષામાં બેસી વલસાડ મામલતદાર કચેરીએ પહોંચી ગયાં હતાં. આવી વિઝિટથી (Rajendra Trivedi Surprise Visit ) ત્યાં શી ધમાચકડી મચી એ જાણવા ક્લિક કરો.

Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાન રીક્ષામાં પહોંચ્યાં વલસાડ મામલતદાર કચેરીએ, અધિકારીઓમાં દોડાદોડી થઈ
Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાન રીક્ષામાં પહોંચ્યાં વલસાડ મામલતદાર કચેરીએ, અધિકારીઓમાં દોડાદોડી થઈ

By

Published : Feb 11, 2022, 5:03 PM IST

વલસાડ: વલસાડ જિલ્લાની મુલાકાતે આજે ગુજરાતના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આવ્યાં હતાં. તેમને મળેલી અનેક ફરિયાદોને લઇ વલસાડ મામલતદાર કચેરીનો (Valsad Mamlatdar Office) વાસ્તવિક માહોલ જોવા એક સામાન્ય વ્યક્તિની જેમ રીક્ષામાં બેસીને કચેરીએ પહોંચી (Rajendra Trivedi Surprise Visit ) જતાં સરકારી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કચેરીમાં કામ અર્થે આવતા લોકોનેે બેસવા માટે વ્યવસ્થા ન હોવાનું જાણી બેઠક વ્યવસ્થા કરાવવા સૂચન આપ્યું હતું.

મહેસૂલપ્રધાને અચાનક મુલાકાત લઇ સરકારી કચેરીની વાસ્તવિકતા જોઇ

અધિકારીઓમાં મચી ગઇ દોડધામ

વલસાડના કલેકટર કચેરીએથી તેમના પીએ સાથે એક (Valsad Mamlatdar Office) રીક્ષામાં બેસી મામલતદાર કચેરીએ મહેસૂલપ્રધાન આવવાના (Rajendra Trivedi Surprise Visit ) સમાચાર વાયુવેગે અધિકારીઓની કેબીનોમાં પહોંચી જતાં અધિકારીઓની દોડધામ મચી ગઈ હતી. કલેકટર સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયાં હતાં.

આ પણ વાંચોઃ નવસારીમાં મહેસુલ મેળાનો પ્રારંભ: જમીન સંપાદન વળતરમાં કૌભાંડ મેં શોધ્યુ છે - રાજેન્દ્ર ત્રિવેદી

નાગરિકોને અગવડતાની પૃચ્છા કરી

મહેસૂલપ્રધાને ત્યાં કામ લઇને આવેલા નાગરિકોને અગવડો અને સમસ્યા અંગે પૂછપરછ કરી અને સરકારી કર્મચારીઓને આડે હાથ લીધાં હતાં. લોકોના કામ સરળતાપૂર્વક થાય તે માટે સૂચનો કર્યા હતાં. જિલ્લામાં મહેસૂલપ્રધાન (Rajendra Trivedi Surprise Visit ) આવતાં અનેક લોકો મહેસુલ વિભાગને લગતા પ્રશ્નો લઇ લોકો આવ્યા હતાં. જેમાં અનેક લોકોના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યાં હતાં.

સરકારી કચેરીમાં થતા કારભાર જાણવા આકસ્મિક મુલાકાત લીધી

મહેસૂલપ્રધાને જણાવ્યું કે કચેરીમાં (Valsad Mamlatdar Office) સરળતાપૂર્વક કામ થાય છે કે નહીં અને લોકોને મુશ્કેલી કે અગવડ નથી પડી રહી ને કોઈ કામ માટે વચેટિયા તો કાર્યરત નથી ને એ તમામ ચીજો જાણવા એક સામાન્ય નાગરિકની જેમ રીક્ષામાં બેસીને મામલતદાર કચેરીએ (Rajendra Trivedi Surprise Visit ) મુલાકાત લીધી છે.

આ પણ વાંચોઃ Rajendra Trivedi Surprise Visit: માંજલપુર દક્ષિણ ઝોન મામલતદાર-સબ રજિસ્ટ્રાર કચેરીની કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પકડી

અરજદારને પૂછ્યું કોઈ પૈસાની માગણી તો નથી કરતું

આજે વલસાડની મુલાકાતે આવેલા મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી protocol બાજુ પર મૂકીને રીક્ષામાં બેસીને મામલતદાર કચેરીએ (Valsad Mamlatdar Office) આકસ્મિક ચેકિંગ માટે પહોંચી (Rajendra Trivedi Surprise Visit ) ગયા હતાં. અહીં આવનાર અરજદારોને તેમણે સીધો પ્રશ્ન કર્યો હતો કે કોઇપણ અધિકારી તમારી પાસે નાણાંની માગણી તો નથી કરતા ને ? ટોકન નંબરો એમ જ સમયસર કામગીરી પૂર્ણ કરે છે કે નહીં તે અંગે પણ અરજદારો સાથે વાતચીત કરી હતી. પ્રધાને આકસ્મિક મુલાકાત લેતાં સ્થાનિક લોકોએ આ કામગીરીને વખાણી હતી અને કહ્યું કે સાચી હકીકત જાણવા માટે દરેક પ્રધાને આવી કામગીરી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details