રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા નામધા ખાતે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. શનિવારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં રાજસ્થાની જૈન સમાજની આઠ ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં પહેલી વખત ત્રણ મહિલા ટીમોએ પણ ભાગ લીધો છે. જેને લઇને મહિલા મંડળમાં પણ અનોખો ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો. ખેલાડીઓએ ક્રિકેટ પ્રત્યે રહેલા પોતાના ધરખમ અને કૌશલ્યને સમાજ સમક્ષ બતાવ્યું હતું.
વાપીમાં રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
વાપીઃ શહેરના નામધા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાંં એકતાની ભાવના વધે, યુવક-યુવતીઓ એક સમાન હોવાનો નારો આપી શકાય તેવા શુભ ઉદ્દેશ્યથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને પુરુષોની આઠ ટીમોએ ભાગ લીધો હતો. યુુુવાનોએ ક્રિકેટ પ્રત્યે પોતાનામાં રહેલી કાબેલિયતના દર્શન કરાવ્યા હતા.
cricket tournament
ટુર્નામેન્ટમાં દરેક ખેલાડીએ છેલ્લા બોલ સુધી જીતવાની આશા દેખાડતું પ્રદર્શન કર્યું હતું. નામધા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાની સમાજની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.