ગુજરાત

gujarat

ETV Bharat / state

નિસર્ગ વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, દરિયો તોફાને ચડ્યો - cyclone

કેરળના દરિયાઈ વિસ્તારમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાને લઈને હાલ ભારતના દરિયાઈ કાંઠા વિસ્તારના રાજ્યોમાં એલર્ટ અપાયું છે. ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશમાં પણ વાવાઝોડાની અસર વર્તાવવાની હોવાથી તંત્ર એલર્ટ છે.

valsad
valsad

By

Published : Jun 2, 2020, 4:00 PM IST

વલસાડઃ કેરળના દરિયાઈ વિસ્તારમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાને લઈને હાલ ભારતના દરિયાઈ કાંઠા વિસ્તારના રાજ્યોમાં એલર્ટ અપાયું છે. ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશમાં પણ વાવાઝોડાની અસર વર્તાવાની હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વરસાદી માહોલ સાથે દરિયો પણ તોફાને ચડ્યો છે.

નિસર્ગ વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
વાવાઝોડાને લઈને ઉદવાડા દરિયા કિનારે 5થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે. માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. કાંઠા વિસ્તારના ગામના કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉદવાડા ગામે દરિયામાં 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ સાથે જ પવનનું જોર વધ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટા છવાયા વરસાદના છાંટા વરસી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details