વાપી - વલસાડ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવા મૂડમાં એન્ટ્રી કરી રસ્તાઓ ભીના કરવા સાથે સર્વત્ર ઠંડકનો માહોલ ((Rainy weather in Valsad district ) ) પ્રસરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી હળવા વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત (Weather Update in Gujarat ) થયું છે.
વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ- વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને વાપી તાલુકા (Rains in Vapi) સહિત જિલ્લામાં અને નજીકના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં રવિવારથી ચોમાસાની વિધિવત શરૂઆત (Monsoon Gujarat 2022 ) થઈ છે. રવિવારે આખો દિવસ વરસાદી ઝાપટા વરસ્યા બાદ રાત્રે અને બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વાપીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ 10 થી 12 વાગ્યા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા 2 ઇંચ જેટલા વરસાદમાં (2 inches of rain in 2 hours in Vapi) હાઇવે પર પસાર થતા વાહનચાલકો, ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે નીકળેલા કામદારો, શાળાએ અભ્યાસ માટે નીકળેલા વિદ્યાર્થીઓ અને શહેરીજનો સાથે જનજીવન પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો -બજારમાં ઘુસ્યું પાણી તો ટ્રેક્ટર તણાયું, આ રીતે ડ્રાઈવરે બચાવ્યો પોતાનો જીવ