ગુજરાત

gujarat

ETV Bharat / state

#CycloneNisarga: રાજબારી બોર્ડર ઉપર વરસાદ અને ઝડપી પવન ફૂંકાતા ચેકપોસ્ટનો મંડપ ધરાશાયી

કપરાડા તાલુકાનામાં નાસિક રોડ ઉપર મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર ઉપર આવેલા રાજબારી ખાતે મેડિકલ ટીમ અને પોલીસ ટીમ માટે બનાવવામાં આવેલી ચેકપોસ્ટનો મંડપ ભારે પવન અને વરસાદને પગલે ધરાશાયી થયો હતો. જેથી કર્મચારીઓએ નજીકના એક ઘરમાં આશરો લેવાની ફરજ પડી હતી.

#CycloneNisarga
ચેકપોસ્ટનો મંડપ ધરાશાયી

By

Published : Jun 2, 2020, 11:48 AM IST

વલસાડઃ જિલ્લાના કપરાડાના ડુંગરિયાળ વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. તીવ્ર પવન સાથે વરસાદ આવતા રાજબારી ચેકપોસ્ટ જે ગુજરાતની છેલ્લી ચેકપોસ્ટ છે, જ્યાં કોરોનાને કારણે મેડિકલ ટીમ બેસાડવામાં આવતી હતી. આ ચેકપોસ્ટનો મંડપ ભારે વરસાદને કારણે ધરશાઈ થી જતાં ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને નજીકમાં આવેલી દુકાનોના છાપરા નીચે અને ઘરમાં આશરો લેવાની ફરજ પડી હતી.

ચેકપોસ્ટનો મંડપ ધરાશાયી

વરસાદ પડતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ ઝડપી પવન ફૂંકાવવાને કારણે ચેકપોસ્ટ ઉપર કર્મચારીઓ માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થાનો મંડપ એક તરફ ઢળી ગયો હતો. નોંધનીય છે કે, નિસર્ગ વાવાઝોડું આગામી 3 અને 4 જૂનના રોજ વલસાડ જિલ્લાના દરિયા કાંઠે હિટ થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે, ત્યારે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details