ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરી ધમાકેદાર રીએન્ટ્રી - Rain

વલસાડ જિલ્લામાં શુક્રવારે આખો દિવસ વરુણદેવે કૃપા દ્રષ્ટિ વરસાવી હતી. કેટલાક તાલુકામાં ધીમીધારે તો, કેટલાક તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહ્યા હતા. સવારથી સાંજ સુધી મેઘાવી માહોલ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરી ધમાકેદાર રીએન્ટ્રી
વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરી ધમાકેદાર રીએન્ટ્રી

By

Published : Aug 29, 2020, 5:29 AM IST

વાપી: વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારે 6 કલાકે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 02 મી.મી., કપરાડા તાલુકામાં 12 મી.મી., ધરમપુર તાલુકામાં 09 મી.મી., પારડી તાલુકામાં 05 મી.મી., વલસાડ તાલુકામાં 06 મી.મી. અને વાપી તાલુકામાં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરી ધમાકેદાર રીએન્ટ્રી

તો સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમા ઉમરગામ તાલુકામાં 57 મી.મી., કપરાડા તાલુકામાં 23 મી.મી., ધરમપુર તાલુકામાં 26 મી.મી., પારડી તાલુકામાં 33 મી.મી., વલસાડ તાલુકામાં 26 મી.મી. અને વાપી તાલુકામાં 46 મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ફરી ધમાકેદાર રીએન્ટ્રી

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં 1994 મી.મી., કપરાડા તાલુકામાં 1745 મી.મી., ધરમપુર તાલુકામાં 1572 મી.મી., પારડી તાલુકામાં 1381 મી.મી., વલસાડ તાલુકામાં 1828 મી.મી. અને વાપી તાલુકામાં 1551 મી.મી. વરસાદ નોંધાયો છે.

શુક્રવારે ઉમરગામ અને વાપીમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વરસાદી માહોલને કારણે જનજીવન પણ અસ્તવ્યત બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details