વલસાડ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો ડાંગરની ખેતી ઉપર નભે છે. જિલ્લામાં અનેક સ્થળે ડાંગરનો પાક ખેતરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે સતત વરસી રહેલો વરસાદ હવે ખેડુતો માટે આફત બની શકે એમ છે. કારણ કે, ભાદરવા માસમાં જ્યાં ડાંગરના પાક ઉપર દાણા બેસી જતા હોય ત્યારે જો વરસાદ આવે તો એમાં જીવાત પડવાની કે ચોખા કાળા થઈ જવાની શકયતાઓ વધી જાય છે. કેટલાક ખેતરોમાં વરસાદને પગલે તેનો પ્રારંભ પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે હવે પછી જો વધુ વરસાદ વરસે તો નક્કી ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવે એમ છે.
વલસાડમાં સતત વરસાદ ડાંગરના પાકમાં નુકશાન નોતરી શકે છે - વલસાડમાં સતત વરસાદ ડાંગરના પાકમાં નુકશાન નોતરી શકે છે
વલસાડ: જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વળી સામાન્ય રીતે ભાદરવો પૂર્ણ થતાં અને આસો માસ નજીક આવતા ખેડૂતોના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈ જાય છે. ડાંગરના છોડમાં દાણા બેસી જાય છે ત્યારે હવે એવામાં જો વરસાદ આવે તો ખેડૂતોની ચિંતામાં ચોક્કસ વધારો થાય એમ છે. કારણ કે, ઉભા પાકને વરસાદના પાણીથી નુકશાન થવાની દહેશત વધી છે.
Valsad
જિલ્લા પંચાયત સભ્ય અને ખેડૂત શિવાજીભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદને પગલે ડાંગરના પાકને 30 ટકા નુકશાન પોહચ્યું છે. આખું વર્ષ જે પાક ઉપર ખેડૂત આધાર રાખતો હોય અને એ જ નિષ્ફળ જાય તો ખેડૂત પાયમાલ બને છે. આગામી દિવસમાં હજુ પણ વરસાદ આવશે એવી આગાહીઓ થઈ રહી છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.