વલસાડ:જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક બુધવારે કોઇ શખ્સે રેલવેના પાટા ઉપરપથ્થર મૂકી દેતા ત્યાંથી પસાર થતી બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેન સાથે અકસ્માત થયો હતો. જેમાં એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા બનાવ અંગે લોકોએ પાયલોટે રેલવે સ્ટેશનને જાણ ( railway track tampering )કરી હતી. આ બનાવ અંગે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે વાપી રેલવે સ્ટેશને( stone on the railway track at Umargam in Valsad )આરપીએફમાં ફરજ બજાવતા રાકેશકુમાર શર્માએ બુધવારે વાપી રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેનના એન્જીન સાથે ઉમરગામ રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ જતા ટ્રેક પર એક પથ્થર ટકરાયેલ છે. જેથી તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં જોતા ઉત્તર દિશાએ ડાઉન લાઇન ઉપર પશ્ચિમ તરફના પાટા ઉપર તાજા સ્ક્રેચના નિશાન જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃસિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરવી હોય તો પહેલા ચોરી કરો : મિત્રની સલાહ
એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા નુકસાન જાનહાની ટળી -સ્થળ ઉપર હાજર ઉમરગામના સ્ટેશન (Train overturning incident )માસ્ટરે જણાવેલ કે, બાન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટ આર.સી.મીણાએ વીએચએફ સેટથી જાણ કરી કોઇ અજાણ્યા શખ્સે ટ્રેનના પાટા ઉપર પથ્થર રાખી દેતા ટ્રેનના એન્જીન સાથે ટકરાયેલ અને એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા નુકસાન થયું છે. જોકે તેમાં પ્રવાસીઓને કોઇ નુકસાન થયું નથી. કોઇ અજાણ્યા શખ્સે રેલવે સંપતિને નુકસાન કરવા માટે તેમજ ટ્રેનમાં પ્રવાસ કરતા પેસેન્જરોની શારીરિક સલામતી જોખમમાં મુકવાનું બેદરકારી ભર્યું ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ તેની સામે આઇપીસી કલમ 336 તથા રેલવે અધિનિયમ કલમ 152 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃમોરૈયા મટોળા પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેકના એંકર ઉખાડી ફેંકી દીધા
વલસાડમાં 3 મહિનામાં આ બીજો બનાવ -ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 3 મહિનામાં આ બીજો બનાવ છે. ફેબ્રુઆરી માસમાં વલસાડના અતુલ નજીક પણ આજ પ્રકારે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલોમૂકી દેવાની ઘટના સામે આવી હતી. રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેનને ઉથલાવવાના આ પ્રયાસની ઘટના બાદ રેલવેના અધિકારોઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને ગંભીર ગણી વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પણ પોલીસ ઘટના અંગે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.