ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાના કારણે વલસાડમાં રેલ વ્યવહાર ઠપ્પ, બ્રિજ પર રાખેલા ગડર પડતા રેલ વ્યવહાર ખોરવાયો - vayu syclone

વલસાડઃ વાયુ વાવાઝોડાને કારણે રેલવે વ્યવહાર પણ ઠપ્પ થયો છે. મહારાષ્ટ્રના બોર્ડી રોડ નજીક ફ્લાય ઓવર પર મુકાયેલા ગડર રેલવે ટ્રેક પર પડતા બે કલાક સુધી રેલવે બંધ રહી હતી.

HD

By

Published : Jun 12, 2019, 6:47 PM IST

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના બોર્ડી રોડ નજીક રેલવે ટ્રેક ઉપર બનતા ફ્લાઈઓવરના ચાલુ કામ દરમિયાન અચાનક બ્રીજ પર મુકાયેલા લોખંડના ગડર રેલવે લાઈન ઉપર પડ્યા હતા. ભારે પવન ફૂંકાતા આ ગડર ઉડીને નીચે પડ્યા હતા.

વાયુ વાવાઝોડાના કારણે રેલ વ્યવહાર ઠપ્પ

જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેનો બે કલાક બંધ રહ્યો હતો, બીજીતરફ મોટી જાનહાની ટળી છે. કારણ કે જે સમયે આ ગડર નીચે પડ્યા તેની એક મિનિટ પહેલા જ ત્યાંથી ગુડ્સ ટ્રેન પસાર થઈ હતી. બાદમાં અહીં ગડર હટાવી તંત્ર દ્વારા મરમત કામગીરી કરાઈ હતી. જેથી રેલવેની સેવા ફરી શરૂ થઈ હતી. પરંતુ આ બે કલાક વચ્ચે હજરો મુસાફરો અટવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details