ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડ - valsad updates

ગુરુવારે વાપીમાં ચલા રોડ પર રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂન ખુલ્લું રાખતા વાપી ટાઉન પોલીસે સ્પા માં રેઇડ કરી હતી. જેમાં સલૂનમાં કામ કરતી મુંબઈની યુવતી, એક ગ્રાહક અને 1 સંચાલક મળી કુલ 3 લોકો સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ પોલીસે પીસલીલી સ્પામાં રેઇડ કરીને 2 ગ્રાહક, 4 યુવતી અને સ્પાના મેનેજર સામે કાર્યવાહી કરી હતી.

વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડ
વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડ

By

Published : May 28, 2021, 2:22 PM IST

  • બીજા દિવસે પણ પોલીસની સ્પા-સલૂનમાં રેઇડ
  • ગ્રાહક સહિત ત્રણ શખ્સો સામે કાર્યવાહી
  • રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ

વલસાડ: વાપીના ચલા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી નામની દુકાનમાં ગુરુવારે વાપી ટાઉન પોલીસે રેઇડ કરી હતી. જેમાં વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને ધ્યાને રાખી સ્પા-પાર્લર ખોલવા પર પ્રતિબંધનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ હોવા છતાં તેનો ભંગ કરતા સલૂનના સંચાલક, એક ગ્રાહક અને મુંબઈની એક યુવતીની ધરપકડ કરી હતી.

3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી

વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલા પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી.

આ પણ વાંચો:રાજકોટ : સ્પામાં દારૂની મહેફિલ બાદ અંદરો અંદર થઈ માથાકૂટ

IPC કલમ 188 હેઠળ ત્રણેય સામે કાર્યવાહી

રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ બાલુ સેલાર અને ગ્રાહક તરીકે આવેલા આસિફ મુસ્તફા અજમેરી નામના વાપીના ઈસમને ઝડપી પાડ્યો હતો. તમામને વાપી ટાઉન પોલીસ મથકે લાવી હાલમાં કોરોના મહામારી દરમ્યાન વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા-પાર્લર નહીં ખોલવાના હુકમના જાહેરનામા ભંગ બદલ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી ટાઉનમાં બીજા દિવસે રીન્યુ સ્પામાં રેઇડ

આ પણ વાંચો:સુરતમાં સ્પામાં દેહ વેપાર કરાવતા કર્મચારી અને મેનેજરની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી

ઢીલા કાયદાને કારણે ગણતરીના કલાકોમાં જ મળી જાય છે જામીન

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોના મહામારી દરમ્યાન પણ સ્પા-સલૂનમાં યુવતીઓ પાસે મસાજ સહિતના મોજશોખ કરવા માંગતા શોખીન ગ્રાહકોને સેવા પૂરી પાડવા સલૂન સંચાલકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જેની સામે પોલીસ પણ સખત કાર્યવાહી કરી રહી છે. જોકે, સ્પા સંચાલકો તેમાં કામ કરતી યુવતીઓ અને આસિફ અજમેરી જેવા શોખીન ગ્રાહકો સામે પોલીસના કાયદાનો દંડો જાણે કોઈ વિષાતમાં ન હોય તેમ ગણતરીની કલાકોમાં જ જામીન પર મુક્ત થઈ ફરી એજ કાયદાનો ભંગ કરી રહ્યા છે. પોલીસે આવા લોકો સામે વધુ કડક હાથે કામ લેવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details