ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં સ્માર્ટ હાઉસ તેમજ સોલર ઉર્જાથી ચાલતી કારએ આકર્ષણ જમાવ્યું

વલસાડ: પારડીમાં આવેલા વલ્લભ આશ્રમ ડે  બોર્ડિંગ સ્કૂલમાં આજે આર્ટ એન્ડ ક્રાફટ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા અને ઉર્જા બચાવોના સૂત્ર સાથે એવા પ્રોજેક્ટ રજુ કર્યા કે જોનારાઓ પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. સૂર્યપ્રકાશથી ચાલતી કાર હોય કે પછી સામાન્ય ઠંડા પીણાંની બોટલમાંથી બનાવવામાં આવેલ વેક્યુમ ક્લીનર હોય દરેક ચીજ આકર્ષક હતી.

વીડિયો

By

Published : Apr 25, 2019, 9:35 PM IST

પારડી વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલમાં આજે ગણિત વિજ્ઞાન અને આર્ટ અને ક્રાફટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી પણ વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 1 થી લઇને 12 સુધીના તમામ વિધાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને આધારિત વિવિધ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા.

પારડીમાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઠંડાપીણાંના બોટલમાંથી વેક્યુમ ક્લીનર, સ્માર્ટ હાઉસ તેમજ સોલર ઉર્જાથી ચાલતી કારએ આકર્ષણ જમાવ્યું

જેમાં સ્માર્ટ હાઉસ જે માત્ર સેન્સરની મદદ વડે દરવાજો ખોલતું હોય કે પછી સૂર્ય પ્રકાશની ઉર્જા લઇને ચાલતી કાર હોય, કુદરતી ઉર્જાનો વ્યવહારમાં ઉર્જા તરીકે ઉપયોગ કરવા માટેના મોડલ રજુ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઠંડા પીણાંની બોટલનો ઉપયોગ કરીને એક વેક્યુમ ક્લીનર બનાવવામાં આવ્યું હતું. જે એક્ઝિબિશનમાં જોવા માટે આવનાર અનેક વાલીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ સ્કૂલમાં બાળકોએ પોતાની પ્રતિભા દર્શાવતા વિવિધ મોડેલો રજુ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details