વલસાડ શહેરના આઝાદ ચોક નજીક આવેલી ઇદગાહ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતાં. ભેગા થયેલા લોકોએ ઇદની નમાજ અદા કરી હતી. દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાય રહે તે માટે દુઆ કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મળીને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી - eid ul fitra
વલસાડઃ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ઈદગાહ ખાતે ઇદની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

વલસાડમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
વલસાડમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
વલસાડ શહેરના વિવિધ વિસ્તારમાં કેટલાક હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારને લઈને મુસ્લિમ બીરાદરો ને શુભેચ્છાઓ પાઠવી હતી. જેથી શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ સર્જાય હતું તેમજ હિંદુ-મુસ્લિમ ભાઇચારાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.