ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ શિક્ષણ વિભાગનો અનોખો પ્રયાસ, 148 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ - gujarat

વલસાડ : કહેવાય છે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા બાદ દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડવા માટેનો પ્રથમ વળાંક હોય છે. વિદ્યાર્થીએ કઈ દિશામાં આગળ વધવુ તે ન તો વિદ્યાર્થી જાણતો હોય છે, કે ન તો તેના વાલીઓ. ત્યારે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને પોતાને કઈ દિશામાં આગળ વધવું જોઈએ તેની જાણકારી આપવા માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર જિલ્લાની 148 જેટલી સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

148 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ

By

Published : Jul 2, 2019, 6:18 PM IST

વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને મા ફાઉન્ડેશન બંનેના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાની 148 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સાયકો મેટ્રિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને તેમના વર્ગખંડમાં જ હાથમાં રિમોટ આપી કેટલાક સવાલો પૂછવામાં આવે છે અને ગણતરીની સેકન્ડોમાં બાળકોએ આ સવાલોના જવાબ આપવાના રહે છે. જેથી બાળકોમાં રહેલી રસ-રુચિ અને યોગ્યતા ચકાસી શકાય છે. વિદ્યાર્થી તો જાણી શકે છે. સાથે તેમના વાલીઓને પણ જાણકારી મળે છે કે, તેમના પુત્ર કે પુત્રીમાં કયા અભ્યાસક્રમને લગતા રસ અને રુચિ કેળવાયેલા છે.

48 સ્કૂલોમાં સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ

દરેક વિદ્યાર્થીઓને પોતાની અલગ રસ અને રુચિ હોય છે. જેથી સાયકો મેટ્રિક ટેસ્ટમાં પૂછવામાં આવેલા સવાલોના બાદ જે પરિણામ આવે છે. તેના ઉપરથી દરેક વિદ્યાર્થીઓને કઈ ફિલ્ડમાં રસ અને રુચિ છે. તે જાણી શકાય છે.વલસાડ જિલ્લાની 148 સ્કૂલોમાં હાલ પરીક્ષાઓનો દોર શરૂ થયો છે. જેમાં ધોરણ 10ના 14310 વિદ્યાર્થી ધોરણ 12માં 10446 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓની ત્રણ પ્રકારની ટેસ્ટ માટે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં રુચિ પરીક્ષણ વ્યક્તિગત પરીક્ષણ અને અભિયોગ્યતા પરીક્ષા જે વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતા કૌશલ્ય અને આવડત આ ત્રણ વસ્તુઓને પારખવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details