- વાપીના યુવાને બનાવ્યો PSA ઓક્સિજન પ્લાન્ટ
- કોરોના કાળમાં હવે હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી નહિ સર્જાઈ
- સરકારે અને પ્રાઇવેટ હોસ્પિટલોએ આપ્યા 100 મશીનના ઓર્ડર
વાપી: વલસાડ જિલ્લાના વાપીનું નામ હવે PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે દેશભરમાં રોશન થયું છે. આ કામ વાપીના કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કર્યું છે. પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેંડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું.
મીની ઓક્સીઝન પ્લાન્ટ
કોરોના કાળમાં ઓક્સિજનની તંગી સર્જાઈ હતી. જે ધ્યાને આવ્યા બાદ મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્રેમલ પટેલે અને તેની ટીમે તે દિશામાં સંશોધન હાથ ધરી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ બિઝનેસ હેઠળ PSA બેઝ 100 LPM (Litter per minute) થી લઈને 2000 LPM સુધીના મીની ઓક્સીઝન પ્લાન્ટ તૈયાર કરવાની ટેકનોલોજી વિકસિત કરી છે. આ અંગે કંપનીના MD પ્રેમલ પટેલે વિગતો આપી હતી કે આ હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટ છે. જેમાં વિશ્વવિખ્યાત Pressure Swing Adsorption (PSA ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડ મુદ્દે રાજકારણ ગરમ, વિપક્ષોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવા કરી માંગ
વિશેષ સંશોધન બાદ વિકસાવી ટેકનોલોજી
પ્રેમલ અને તેનો પરિવાર 10 વર્ષથી મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં ઓક્સિજનની ખૂબ જ અછત વર્તાઈ રહી હોવાનું સતત તેમના ધ્યાને આવી રહ્યું હતું. જેનાથી પ્રેરિત થઈને તેમની ટીમે વિશેષ સંશોધન કરી આ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીના આધારે તેમણે કોમર્શિયલ બેઝ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેને રાજ્યના અનેક PHC, CHC, સરકારી હોસ્પિટલો, નાની મોટી પ્રાઇવેટ હોસ્પીટલોમાં સપ્લાય કરી રહ્યા છે. આ ટેકનોલોજીની મદદથી મેડિકલ ઓક્સિજનની તંગી નિવારી શકાય છે.