વલસાડજિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા મોહના કાવચાળી ગામમાં (Mohna Kavchali village valsad) પ્રોપર્ટી કાર્ડનો (Property Cards Survey in Valsad) ડ્રોન સરવે કરવા ટીમ પહોંચી હતી. જોકે, આ ટીમને અટકાવી તેમની પાસે રહેલા ડ્રોન કેમેરા ભરેલી બેગ સ્થાનિકોએ લઈ લીધી હતી. સ્થાનિકોને એવું લાગ્યું કે, આ ટીમ તાપી પાર નર્મદા લિન્ક પ્રોજેક્ટ (par tapi narmada link project)નો સરવે કરવા આવી છે. જોકે, ત્યારબાદ 2 કલાકની જહેમત બાદ સ્થાનિકોને વર્કઓર્ડર અને સરકારી ઓર્ડર બતાવ્યા પછી સ્થાનિકોએ કબજે લીધેલા ડ્રોનની પેટી સહીસલામત પરત કરી હતી.
નર્મદા તાપી રિવર લિંક વિરોધ દર્શાવતા ગામમાં ફરી ડ્રોન ઉડ્યાધરમપુરના અંતરિયાળ ગામોમાં નર્મદા તાપી પાર રિવર લિન્ક પ્રોજેક્ટનો (par tapi narmada link project) પ્રચંડ વિરોધ નોધાઈ રહ્યો છે, ત્યારે થોડા દિવસોથી વિરોધ થઈ રહેલા અનેક ગામોમાં રાત્રિ દરમ્યાન ડ્રોન ઉડી રહ્યા હોવાનું જણાઈ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમ જ એવી પણ વાતો વહેતી થઇ હતી કે, રાત્રિ દરમિયાન ડેમબાબતે સરવે થઇ રહ્યો છે. જોકે, સરકારી ડ્રોન રાત્રે ઉડતા નથી એ બાબતે તાલુકા વિકાસ આધિકારીએ ખૂલાસો કર્યો હતો.
લોકોએ કામગીરી અટકાવી દીધી જોકે મોહના કાવ્ચાલી ગામે (Mohna Kavchali village valsad) વહેલી સવારે 2 વાહનોમાં આવેલા કેટલાક લોકો ડ્રોન દ્વારા સરવે કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. નર્મદા તાપી પાર રીવર લીંક પ્રોજેક્ટનો (par tapi narmada link project) ચોરીછૂપી ડ્રોન દ્વારા સરવે કરવામાં આવી રહ્યો હોવાનું માની બેઠા હતા. ત્યારે સ્થાનિકોએ સરવે કરવા 2 કારમાં આવેલા લોકોને અટકાવીને તેમની પાસે રાખેલી ડ્રોન ભરેલી પેટી કબજે લઈ તેઓની કામગીરી અટકાવી દીધી હતી.
અધિકારીઓ સ્થળ ઉપર દોડતા થયાવલસાડ ડીઆઈએલઆર વિભાગના આધિકારી તાલુકા વિકાસ આધિકારી હથિવાલા અને ધરમપુર (Dharampur Police) PSI પ્રજાપતિ સહીતનો કાફલો મોહના કાવાચાલી ગામે (Mohna Kavchali village valsad) પહોચ્યો હતો. તેમ જ નર્મદા તાપી રિવર લિન્ક વિરોધ (par tapi narmada link project) કમિટીના દેવું મોકાસી સાથે વાતચીત કરતા તેમણે પ્રથમ અધિકારી પાસે અનુસૂચી પાંચ વિસ્તારમાં સરવે માટે ગ્રામ પંચાયતમાં સરપંચને કોઈ જાણકારી વિના સરવે ટીમ કઈ રીતે ગામમાં આવી શકે. વળી તેઓને અટકાવી પૂછતાં તેઓ સરવે ટીમના વ્યક્તિએ પણ કોઈ જાણકારી આપી ન હોય સ્થાનિકોએ તેમને અટકાવી તેમની વસ્તુઓ કબજે લીધી હતી, જે બાદ સ્થાનિકોએ હોબાળો કરતા સરકારી આધિકારી દોડતા થયા હતા.