વલસાડ: જિલ્લામાં આગામી દિવસમાં કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી આવનાર છે. જેને લઇને રાજકારણીઓની છેલ્લાં કેટલાંક સમયથી બંને પક્ષો દ્વારા અનેક રાજ રમતો શરૂ થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા NSUIના નવા પ્રમુખ તરીકે કપરાડા તાલુકાના કોલેજમાં જીએસ બનેલા દશરથ કણોની વલસાડ જિલ્લા NSUIના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે સુખાલા ધરમશીની નિમણૂંંક કરવામાં આવી છે. કપરાડા ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઇના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની ઉપસ્થિતિમાં આ બંનેને એન.એસ.યુ.આઇના ખેસ પહેરાવી અને તેમનો પદભાર સોંપવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના NSUIના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી - કોંગ્રેસ પક્ષ
વલસાડ જિલ્લામાં આગામી દિવસમાં કપરાડા તાલુકામાં વિધાનસભાની પેટાચૂંટણી આવનાર છે. જેને લઇને રાજકારણ પહેલાંથી જ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા NSUIના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે કપરાડાના દશરથની વરણી કરવામાં આવી હતી. જે કપરાડા કોલેજમાં જીએસ તરીકે કામ કરી ચૂક્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે સુખાલા ધરમશીની વરણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના એન.એસ.યુ.આઇના પ્રમુખ તરીકે દશરથની નિમણૂક કર્યા બાદ તેમણે કહ્યું કે, કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને આ સંગઠન વાચા આપશે. તેમજ આગામી ચૂંટણીમાં પણ આ સંગઠન મહત્વનો ભાગ ભજવશે. તેમણે ભારત સરકારની નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓના હિતમાં ન હોવાનું પણ જણાવી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેની સાથે સાથે તેમણે પક્ષપલટો કરનારા અને લેભાગુ તત્વોને પક્ષમાં રહેવાનું કોઈ સ્થાન ન હોવાનું જણાવી નામ ન લીધા વિના જીતુભાઈ ચૌધરી ઉપર કેટલાક આક્ષેપો પણ કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાતરી, માજી સાંસદ કિશન પટેલ બાબુભાઈ વરઠા, વસંતભાઇ પટેલ, શિવાજીભાઈ પટેલ, દસમાભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.