વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરમાં આજે આવા બાઈ સ્કૂલ પરિસરમાં બનાવવામાં આવેલા રવાનગી કેન્દ્ર ઉપર 273 મતદાન મથકો ઉપર 1500 જેટલા કર્મચારીઓને VVPAT સહિતની સામગ્રી આપવામાં આવી છે. કેટલાક સાહિત્યની ચકાસણી થઈ ગયા બાદ તમામ 35 રૂટ ઉપર તેઓને રવાના કરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કુલ 600 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
વલસાડમાં ચૂંટણી સ્ટાફ મતદાન કેન્દ્ર ઉપર જવા રવાના તો 600 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત - Gujarat Election
વલસાડઃ આવતી કાલે ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં મતદાન યોજાનાર છે. ત્યારે વલસાડના વિવિધ તાલુકા મથકેથી VVPAT સાથે ઓફિસરોને જે તે મતદાન કેન્દ્રો માટે રવાના કરવામાં આવ્યાં હતા. 7 વિધાનસભા મત વિસ્તારમાં બનાવવામાં આવેલા રવાનગી કેન્દ્ર ઉપર આજે મોટી સંખ્યામાં ભીડ જામી હતી.
અત્રે નોંધનીય છે કે સમગ્ર વલસાડ જિલ્લામાં 2057 જેટલા મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો ઉપર 10,820 જેટલો પોલીસ સ્ટાફ કાર્યરત રહેશે. વાત કરીએ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ તેમજ VVPATની તો સમગ્ર વલસાડ જિલ્લામાં 2,509 બેલેટ યુનિટ 2,504 કંટ્રોલ યુનિટ 2595 વીવીપેટ મશીન 2,057 મતદાન કેન્દ્રો ઉપર મોકલવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે 5,881 સમગ્ર જિલ્લામાં ફરજ બજાવશે. આ તમામને આજે રવાનગી કેન્દ્ર ઉપરથી જે તે રૂટ ઉપર રવાના કરવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ દરેક વિસ્તારમાં રવાનગી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએથી આજે વહેલી સવારે મતદાન કેન્દ્ર ઉપર ચુંટણીના સાહિત્ય સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યાં હતા.