ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : કપરાડા બેઠક માટે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ - માઇક્રો ઓબ્ઝર્વર

ગુજરાત વિધાનસભાની કરપાડા બેઠક માટે પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાઇ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બરે કરવામાં આવશે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 10 નવેમ્બરના રોજ કપરાડાની સરકારી કોલેજમાં મતગણતરી યોજાશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

કપરાડા પેટા ચૂંટણી
કપરાડા પેટા ચૂંટણી

By

Published : Nov 9, 2020, 7:35 PM IST

Updated : Nov 9, 2020, 8:35 PM IST

  • કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજમાં મત ગણતરી યોજાશે
  • સવારે 8 કલાકથી શરૂ થશે મત ગણતરી
  • કોવિડ ગાઈડલાઈનનું કરવુ પડશે પાલન

વલસાડ : કરપાડા વિધાનસભાની પેટા ચૂંટણી ગત 3 નવેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 77.56 ટકા મતદાન નોંધાયું હતું. આ પેટા ચૂંટણીની મત ગણતરી મંગળવારની સવારે 8 કલાકથી શરૂ થશે.

મત ગણતરી સેન્ટરમાં મોબાઈલ પર પ્રતિબંધ

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલ એટલે કે મંગળવારના રોજ કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજમાં મત ગણતરી યોજાશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વખતે મત ગણતરી સેન્ટરમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત બહાર મોબાઇલ મૂકવા માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

400થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષા માટે ગોઠવાયો

ચાર ઉમેદવારો વચ્ચેના સીધા જંગનું પરિણામ યોજાશે

કપરાડા વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ ભાજપ તેમજ બે અપક્ષ એમ કુલ ચાર ઉમેદવારો માટે અહીં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી બાબુભાઈ વરાઠા, ભારતીય જનતા પાર્ટી તરફથી જીતુભાઈ ચૌધરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રકાશ પટેલ અને જયેન્દ્ર ગામીત એમ કુલ ચાર ઉમેદવારો અહીં આગળ ચૂંટણી મેદાનમાં છે.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

14 ટેબલ્સ પર 27 રાઉન્ડમાં થશે ગણતરી

મત ગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 27 રાઉન્ડમાં મત ગણતરીમાં યોજાશે અને દરેક ટેબલ પર 14 ટેબલ્સ પર EVMની મત ગણતરી કરવામાં આવશે. આમ વહેલી સવારે 7 કલાકથી લઈને બપોરના 2થી 2:30 કલાક સુધીમાં તમામ પરિણામો જાહેર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજમાં મત ગણતરી યોજાશે

કોવિડ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

કોરોના મહામારીમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેની મત ગણતરી પ્રક્રિયામાં ફરજ બજાવવા માટે માઇક્રો ઓબ્ઝર્વર સહિત 64 કર્મચારી મત ગણતરીની કામગીરીમાં ભાગ લેશે. જો કે, આ તમામ કર્મચારીઓ માટે કોવિડ ગાઈડલાઈન મુજબ માસ્ક સેનિટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરી કરવાની રહેશે. આ ગાઈડલાઈન સરકારી તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

કપરાડા બેઠક માટે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ

400થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષા માટે ગોઠવાયો

કપરાડાની સરકારી વિનયન કોલેજ ખાતે મંગળવારના રોજ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મત ગણતરી યોજાશે. તે માટે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી થાય તે અનુલક્ષી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા SP, DySP, PSI સહિત 400થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો છે.

SP, DySP, PSI સહિત 400થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યો
Last Updated : Nov 9, 2020, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details