ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગનો થયો પ્રારંભ યુવક-યુવતીઓને આપશે નિઃશુલ્ક તાલીમ - army training

ધરમપુરમાં સેનામાં જોડાવા ઇચ્છતા યુવક યુવતી માટે પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી છે. આ પહેલા પૂર્વ સેના જવાન સ્વર્ગીય દિનકરભાઇ પટેલ દ્વારા પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી ચાલતી હતી. જે 2014માં તેમના અવસાન બાદ બંધ થઈ ગઈ હતી. જે 6 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે.

Preliminary military training
Preliminary military training

By

Published : Jul 5, 2020, 4:25 PM IST

વલસાડઃ પૂર્વ સેના જવાન સ્વર્ગીય દિનકરભાઇ પટેલ દ્વારા સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે શરૂ કરવામાં આવેલા પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી જે તેમના અવસાન બાદ બંધ થઈ ગઈ હતી. આ એકેડમીને ફરી એક વખત આજથી શરૂ કરવામાં આવી છે.

ધરમપુરમાં પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગનો થયો પ્રારંભ યુવાક-યુવતીઓને આપશે નિઃશુલ્ક તાલીમ

ધરમપુરના જ કેપ્ટન શંકરભાઈ ગવલી અને તેમના અન્ય ચાર મિત્રો દ્વારા મિલેટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા અને દેશ સેવામાં જવા ઇચ્છતા નવયુવાનો માટે નિઃશુલ્ક ટ્રેનિંગ આપી તેમને તૈયાર કરવાની કામગીરી માટે રવિવારથી યુવા એકતા મંચ pre-military training academy શરૂઆત કરવામાં આવી છે.

યુવા એકતા મંચ ફ્રી મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી

રવિવારે ધરમપુરના દશેરા પાર્ટી ખાતે આવેલા મેદાન ઉપર મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ શરૂ થયેલી આ એકેડમીમાં ઉત્સાહભેર જોડાયા હતા. સૌપ્રથમ પૂર્વ લદાખમાં શહીદ થયેલા સેના જવાનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ધરમપુરમાં સેનામાં જોડાવા ઇચ્છતા યુવક યુવતી માટે પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી

પૂર્વ સેના સ્વર્ગીય દિનકરભાઇ પટેલ દ્વારા યુવા એકતા મંચ ફ્રી મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી હતી. જેમાંથી અનેક યુવાનોને દેશ સેવામાં જનારાએ પછી ફ્રી મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી હોય અર્ધસૈન્ય દળો હોય કે પછી પોલીસ જવાનો હોય આ તમામમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નિઃશુલ્ક તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના અવસાન બાદ આ એકેડમી બંધ થઈ ગઈ હતી.

ડૉક્ટર નીરજભાઈ પણ ઉપસ્થિત રહ્યા

જો કે, આ એડમીનને ફરીથી સંજીવની આપી પુન: પ્રસ્થાપિત કરવા ધરમપુરના દશેરા પાર્ટી ખાતે આવેલા ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ એકત્ર થયા હતા અને આ એકેડમીનો ફરી પ્રારંભ થયો છે.

ધરમપુર નજીકમાં જ રહેતા કેપ્ટન શંકરભાઈ ગાવલી, સુરેશભાઈ પટેલ અને દીપક પટેલ દ્વારા એકેડમીમાં યુવાનોને ફિઝિકલી તેમજ મેડીકલ રીતે ફીટ કેવી રીતે રહેવું તે અંગેની તમામ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કરીને જ્યારે પણ ભરતી કેમ્પ યોજાય ત્યારે ધરમપુર, કપરાડા, આહવા, ડાંગ અને દક્ષિણ ગુજરાતના સેનામાં જોડાવા ઇચ્છતા જવાનોને પૂર્વ ટ્રેનિંગ મળી હોવાથી સિલેક્ટ થવામાં સરળતા રહે.

યુવા એકતા મંચ પ્રિ-મિલિટ્રી ટ્રેનિંગ એકેડમી થકી ગ્રામીણ કક્ષાના યુવક-યુવતીઓને પણ તેમાં જોડાવવા માટેની મહત્વની તક મળશે

આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય કરી તેને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી કાંતિભાઈ પાડવી તેમજ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના ગણેશભાઈ બીરારીની હાજરીમાં ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિકાસભાઈ જાદવ તેમજ ડૉક્ટર નીરજભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ તમામ યુવકોને દેશ સેવામાં જોડાવા માટે શુભેચ્છાઓ પાઠવી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

મહત્વનું છે કે, કપરાડા અને ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના અનેક યુવાનો સેનામાં જવા માટે ઉત્સુક છે, પણ તેમને યોગ્ય માર્ગદર્શન અને તાલીમના અભાવે તેઓ દેશની સેવા માટે જઈ શકતા નથી, ત્યારે યુવા એકતા મંચ પ્રિ-મિલિટ્રી ટ્રેનિંગ એકેડમી થકી ગ્રામીણ કક્ષાના યુવક-યુવતીઓને પણ તેમાં જોડાવવા માટેની મહત્વની તક મળશે. પ્રથમ દિવસે જ 35થી વધુ યુવાનો તેમજ 30થી વધુ યુવતીઓએ એકેડમીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું .

ABOUT THE AUTHOR

...view details