ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના કાર્યકરોએ જે થાળી 23 વર્ષ સુધી સજાવી તેમાં કોંગ્રેસી નેતા તૈયાર થાળીમાં આવી બેસા ગયા: પ્રકાશ પટેલ - Kaprada

ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની આઠ પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેને પગલે વલસાડ જિલ્લાના કપરાડામાં પણ ખાલી પડેલી બેઠક માટે આગામી દિવસમાં પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ રહી છે. જેને લઇને રાજકારણની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે.

ભાજપના કાર્યકરોએ જે થાળી 23 વર્ષ સુધી સજાવી અને એક કોંગ્રેસી નેતા તૈયાર થાળીમાં આવી બેસા ગયાઃ પ્રકાશ પટેલ
ભાજપના કાર્યકરોએ જે થાળી 23 વર્ષ સુધી સજાવી અને એક કોંગ્રેસી નેતા તૈયાર થાળીમાં આવી બેસા ગયાઃ પ્રકાશ પટેલ

By

Published : Oct 2, 2020, 5:34 PM IST

વલસાડઃ એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનું ઉમેદવાર તરીકે નામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં ચારથી વધુ ઉમેદવારોના નામો ચર્ચામાં છે. ત્રીજી તરફ જિલ્લા પંચાયતની બેઠકમાં પક્ષમાં ઉભા રહીને જિલ્લા પંચાયત પ્રમુખ બની ચૂકેલા પ્રકાશભાઈ પટેલે પણ આ પક્ષમાં ચૂંટણી લડવા માટેનું મનાવી લઈ જાહેરાત કરી છે. જેને પગલે હવે કપરાડા તાલુકામાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ લડવામાં આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ભાજપના કાર્યકરોએ જે થાળી 23 વર્ષ સુધી સજાવી તેમાં કોંગ્રેસી નેતા તૈયાર થાળીમાં આવી બેસા ગયા

આજે પ્રકાશ પટેલે પત્રકાર પરિષદનું આયોજન કરી ભારતીય જનતા પાર્ટીના 23 વર્ષ જૂના પાયાના કાર્યકરોની હાલત અને તેમની દયનીય સ્થિતિ અંગે ચર્ચાઓ કરી હતી. તેમણે કહ્યું કે 23 વર્ષ સુધી જે પાયાના કાર્યકરોએ કપરાડામાં ભાજપને ઉભુ કરવા માટે પોતાનું લોહી રેડ્યું છે અને સમગ્ર થાળી સજાવી છે. એ થાળીમાં એક કોંગ્રેસી નેતા આવીને બેસી ગયા છે.

પ્રકાશ પટેલે થોડા દિવસ અગાઉ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે બાદ શુક્રવારના રોજ તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કરી ભાજપ-કોંગ્રેસ તેમજ સરપંચોને તેમણે પોતાના મેસેજ રજૂ કર્યા હતા. તેમણે પોતાની વાતમાં ભારતીય જનતા પાર્ટીના 23 વર્ષ જૂના અને કપરાડામાં પાયાના લેવલથી ઊભી કરનારા કાર્યકરો અને પીઢ રાજકીય કાર્યકર્તાઓની મનોસ્થિતિનું વાસ્તવિક સ્વરૂપ રજૂ કર્યું અને કહ્યું કે 23 વર્ષ સુધી ભાજપના કાર્યકરો કપરાડામાં ભાજપને ઉભી કરવા માટે પોતાનું લોહી રેડ્યું છે અને ભાજપે થાળી સજાવી છે અને એ જ થાળીમાં કોંગ્રેસી નેતા આવીને બેસી ગયા છે અને એ જ પોતાના કાર્યકરોને આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના જૂના કાર્યકરોને સાઇડ ટ્રેક કરી પોતાના કાર્યકરોને ગોઠવી દેશે વાત અહી ચોક્કસ પણે થઈ રહી છે.

નોંધનીય છે કે સુખાલાના સાંઈધામમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરોની મૂંઝવણ એટલી વધી ગઈ છે કે થોડા દિવસ અગાઉ કપરાડામાં જે ઉમેદવાર ભાજપના વિરુદ્ધમાં જાહેરમાં બોલતા હતા અને નીચે પાડવા માટે દાવાઓ કરતા હતા એ જ ઉમેદવાર આજે ભાજપમાં બેઠા છે અને એના માટે જ ભાજપના કાર્યકર્તાઓએ લોકો સમક્ષ જઇને વોટો માગવા પડશે, જેને લઇને કાર્યકર્તાઓમાં મૂંઝવણ વધી ગઈ છે કે આવા ઉમેદવાર માટે મત માંગવા કઈ રીતે.

ABOUT THE AUTHOR

...view details