વલસાડ જિલ્લાના પોલીસ હેડ કોવર્ટર ખાતે આજે વહેલી સવારથી વલસાડ અને ડાંગ જિલ્લાના અનેક પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટ વડે મતદાન યોજાયું હતું.આ મતદાનમાં તમામ પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું આગામી તા. 23ની એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની 2019ની ચૂંટણીમાં ફરજ ઉપર જનારા અનેક કર્મચારીઓએ આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યુ હતું.
વલસાડમાં પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન - Gujarati News
વલસાડઃ લોકસભાની ચૂંટણી 2019 આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર છે.ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓ દ્વારા વલસાડમાં આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
આજે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાન માટે પોલીસ કર્મચારીઓને કોઈ અગવડ ન પડે જેને અનુલક્ષી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.આજે વહેલી સવારથી જ પોલીસ હેડ કોવર્ટરમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે પોલીસ કર્મચારીઓની લાઈનો જોવા મળી હતી.વલસાડ જિલ્લામાં 1200થી વધુ પોલીસ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.