ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 1395 મતદાન મથકો પર થશે મતદાન, પ્રિસાઈડીંગ ઓફિસર બૂથ પર જવા રવાના - EVM Machines in Valsad

વલસાડમાં આવતીકાલે 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. અહીં 1,395 મતદાન મથકો (Polling station in Valsad) પર મતદારો મતદાન કરશે. ત્યારે તમામ મતદાન મથકો પર સુરક્ષાનો ચુસ્ત (Security arrangements at polling station in Valsad) બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભાવનગરમાં 1395 મતદાન મથકો પર થશે મતદાન, પ્રિસાઈડીંગ ઓફિસર બૂથ પર જવા રવાના
ભાવનગરમાં 1395 મતદાન મથકો પર થશે મતદાન, પ્રિસાઈડીંગ ઓફિસર બૂથ પર જવા રવાના

By

Published : Nov 30, 2022, 1:47 PM IST

Updated : Nov 30, 2022, 9:23 PM IST

વલસાડજિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે 1395 મતદાન મથકો (Polling station in Valsad) પર મતદાન થશે. ત્યારે અહીં 6,727 સુરક્ષાકર્મીઓ (Security arrangements at polling station in Valsad) ફરજ બજાવશે. આ સાથે જ 13 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ કરશે. તેને લઈ ચૂંટણી પંચે કરી સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. અહીં EVM મશીનોથી (EVM Machines in Valsad) લઈ પ્રિસાઇડિંગ ઓફિસરો બૂથ ઉપર જવા રવાના થઈ ગયા છે.

CRPFની 40 કંપની ફરજ પરમતદારો ભયમુક્ત વાર્તાવરણમાં મતદાન (Polling vote in Valsad) કરી શકે તે માટે કુલ 6727 પોલોસ જવાનો અને અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં (Security arrangements at polling station in Valsad) આવ્યો છે. વલસાડ જિલ્લામાં CRPFની 40 જેટલી કંપની ચૂંટણી બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા છે.

જિલ્લામાં 371 સંવેદનશીલ મતદાન મથકો

જિલ્લામાં 371 સંવેદનશીલ મતદાન મથકોવલસાડ જિલ્લાના 1395 મતદાન મથકો (Polling station in Valsad) પૈકી 371 મતદાન મથકને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવામાં આવ્યા છે. જોકે, તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેથી મતદારો શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન કરી (Security arrangements at polling station in Valsad) શકે છે.

પ્રિસાઈડીંગ ઓફિસરો બૂથ ઉપર જવા રવાનાસમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ બૂથ ઉપર જનારા અનેક પ્રિસાઈડિંગ ઓફિસરે ચૂંટણીલક્ષી EVM, VVPAT (EVM Machines in Valsad) અને તમામ સાહિત્ય તેમના ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી લઈ ચકાસણી કર્યા પછી તેમના રૂટ ઉપર જવા માટે રવાના થયા છે. તમામ બૂથના પ્રિસાઈડિંગ અને ચૂંટણી પંચ સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે તમામ બુથ પર જવા રવાના થયા હતા.

Last Updated : Nov 30, 2022, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details