- વલસાડ જિલ્લાની SBPP બેન્કના ડિરેક્ટરો માટે મતદાન યોજાચું
- રવિવારે 37 ઉમેદવારો માટે 10 સ્થળોએ મતદાનનો પ્રારંભ થયો હતો
- બિનરાજકીય પેનલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વલસાડઃ વાપીમાં વલસાડ જિલ્લાની સૌથી જૂની સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ બેન્કના 18 ડિરેક્ટરો માટેની ચૂંટણીનું રવિવારે મતદાન થયું હતું. કુલ 37 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી લડ્યા હતા. જેમાં એક તરફ બિનરાજકીય પેનલ છે. બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ છે. રવિવારે જિલ્લાના 10 ચૂંટણી મથકો પર વહેલી સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં બિનરાજકીય પેનલના ઉમેદવાર નિમેષ વશીએ પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો. નિમેષ વશીએ જણાવ્યું હતું કે ફૂટબોલના નિશાન પર તેમની બિનરાજકીય પેનલના 18 ઉમેદવારો ડિરેકટર માટે ચૂંટણીની જંગમાં છે અને સભાસદો તેમની પેનલનો વિજય બનાવશે.
રવિવારે 37 ઉમેદવારો માટે 10 સ્થળોએ મતદાનનો પ્રારંભ થયો હતો આ પણ વાંચોઃSBPP ચૂંટણીમાં સહકાર પેનલે કર્યો જીતનો દાવો
લોકોની થાપણો સુરક્ષિત રાખવાનો હેતુ
નિમેષ વશીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પેનલમાં એવા ઉમેદવારો છે જેઓ 35 વર્ષથી બેન્કના ડિરેકટર પડે રહી બેન્કને સાચવી રહ્યા છે અને સભાસદોની થાપણો સુરક્ષિત રાખી છે. આ મતદાનમાં પણ વિજય મેળવીને બેન્કની શાખાઓ વધારવા, લોકોની થાપણો સુરક્ષિત રાખવા સહિત બેંકને અદ્યતન બેન્કની હરોળમાં લઈ જવાનો હેતુ છે.
વલસાડ જિલ્લાની SBPP બેન્કના ડિરેક્ટરો માટે મતદાન યોજાચું આ પણ વાંચોઃવલસાડ જિલ્લાની 91 વર્ષ જૂની SBPP બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં
ભાજપની સહકાર પેનલ પર આક્ષેપો
નિમેષ વશીએ પ્રતિસ્પર્ધી એવી સહકાર પેનલ પર આક્ષેપો કર્યા હતા કે બેન્કના ડિરેક્ટરોએ ભૂતકાળમાં બેન્કને નુકસાન પહોંચાડ્યું છે. 14 કરોડનું ધિરાણ આપી ટેન્કર કૌભાંડ કરી ચૂક્યા છે. 14 કરોડની રકમ આવા લોકોના કારણે ફડચામાં ગઈ છે. તેઓ ચૂંટણી દરમિયાન તેમના ફૂટબોલ નિશાનનો ભરપૂર પ્રચાર-પ્રસાર કર્યો છે અને સભાસદો તમામ 18 ડિરેક્ટરોને જીત અપાવશે.
બિનરાજકીય પેનલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો