વલસાડ : વાપી શહેરમાં રહેતા અને કપરાડા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા ધર્મેશ રાઠોડે વાપી રેલવે ટ્રેક પર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારા ASI સાલસ સ્વભાવના અને સુખી સંપન્ન પરિવારમાંથી આવતા હોવા છતા કેમ આત્મહત્યા કરી હશે, તેવા સવાલો તેમના મિત્ર વર્તુળમાં ચર્ચાઈ રહ્યા છે.
કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કરી આત્મહત્યા વાપી રેલવે દ્વારા મળતી માહિતી મુજબ કપરાડા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા અને મૂળ વલસાડના જુજવા ગામના રહેવાસી અને હાલમાં વાપી ગુંજન બંગલા વિસ્તારમાં રહેતા ધર્મેશ રાઠોડએ સોમવારે 12:10 કલાકે વાપીથી મુંબઈ તરફ જતી રેલવે ટ્રેક પર નામધા ચંડોળ ગામની હદમાંથી પસાર થતી દમણગંગા નદીના બ્રીજ પાસે અગમ્ય કારણસર માલગાડી આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો -ગાંધીનગરઃ સલામતી શાખામાં ફરજ બજાવતા PIએ સચિવાલય સંકુલમાં પોતાની ક્રેટા ગાડીમાં કરી આત્મહત્યા
આ અંગે માલ ગાડીના ડ્રાઈવર દ્વારા વાપી રેલવે સ્ટેશને જાણ કરવામાં આવતા તાત્કાલિક GRPનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ વાપી ટાઉન પોલીસને સોંપી હતી. જ્યાં મૃતકની ઓળખ ધર્મેશ રાઠોડ અને હાલમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. ધર્મેશે આ અગાઉ વાપી ટાઉન પોલીસ મથકમાં પણ GRDના પેડ જમાદાર તરીકે ફરજ બજાવી હતી.
મૃતક ASI હસમુખા સ્વભાવના હતા. જે કારણે સમગ્ર વલસાડ જિલ્લા અને વાપી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓમાં અને મિત્રવર્તુળમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે. આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.