ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ - police station senitize

વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કરોનાનો આંક 100ને પાર કરી ગયો છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે જાહેર જગ્યા કહી શકાય એવા પોલીસ મથકોમાં પણ અનેક લોકો આવતા જતા હોય છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ના વધે એવી તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.

વલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ
વલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ

By

Published : Apr 5, 2021, 4:49 PM IST

Updated : Apr 5, 2021, 7:45 PM IST

  • વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કેસ 1565 થઇ ચૂક્યા છે
  • હાલ વલસાડ જિલ્લામાં 144 એક્ટિવ કેસ કોરોનાની સારવાર હેઠળ છે
  • તકેદારીના ભાગરૂપે વલસાડ પોલીસ મથકો સેનિટાઇઝ કરવાની કામગીરી કરાઈ

વલસાડઃ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લેતા વિવિધ પોલીસ મથકોમાં પણ દિન પ્રતિદિન લોકોની આવન જાવન રહે છે. ત્યારે પોલીસ મથકમાં આવતા પોલીસ કર્મીઓ અને અહીં આવતા આરોપીઓ સંક્રમિત ના થાય એવા હેતુથી વલસાડ જિલ્લાના દરેક પોલીસ મથકો સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર, કપરાડાના સીટી પોલીસ મથકોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.

વલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ

આ પણ વાંચોઃસુરતમાં 11 જાન્યુઆરી પેહલા સ્કૂલોને સેનિટાઇઝ કરવામાં આવી

જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા પોલીસ મથક પણ સેનિટાઇઝ કરાયા

ધરમપુર અને કપરાડા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વિસ્તાર છે. જ્યાં અનેક લોકોની અવરજવર રહે છે, વળી તકેદારીના ભાગરૂપે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના પોલીસ મથકો પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. જેથી કોરોના જેવા દર્દીઓ કે પોતાની સાથે કારોના લઇને પણ આવે તો સંક્રમણ વધે નહિ. આમ વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીના હિતમાં તેમજ પોલીસ મથકમાં આવતા લોકોના હિતમાં દરેક પોલીસ મથકને સેનિટાઇઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જે મુજબ વલસાડ જિલ્લાના પોલીસ મથક સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃકાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ, પોલીસ સ્ટેશન કરાયું સેનિટાઇઝ


Last Updated : Apr 5, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details