- માત્ર રૂપિયા ૫૦૦છીનવી લઇ હત્યા કરી થઈ ગયા હતા ફરાર
- પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલાન્સનો ઉપયોગ કરી ને હત્યા કરનાર ને ઝડપી લીધા
- એક કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોર અને એક શખ્સ મળી બે સામે કાર્યવાહી
વલસાડઃ વાપી ટાઉન વિસ્તારમાં બુનમેક્ષ નામની સ્કૂલની બાજુમાં મેદાનમાં તારીખ 1/6/2021ના રોજ સવારે એક પુરુષ નગ્ન હાલતમાં લાશ મળી આવતા વાપી ટાઉન પોલીસે તપાસ કરતા અમરસિંહ કીડીયા ભાઈ ડામોર મૂળ રહે. રાજસ્થાન અને હાલમાં જ છેલ્લા બે મહિનાથી મજૂરીકામ માટે વાપી આવ્યો હતો. મૃત્યુપામનાર અમરસિંહ ડામોર વાપી ઝૂપડામાં રહેતા બેન બનેવી સાથે રહેતો હતો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વિસની મદદથી અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી
આ પણ વાંચોઃવડોદરાના કંડારીના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, LCBએ હત્યાના આરોપીને ઝડપ્યો
પૈસા ની જરૂરિયાત ઊભી થતાં પ્લાન બનાવ્યો લૂંટ કરવાનો
વાપી પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે હત્યા કરનારા આરોપી વિશાલ હસમુખ હળપતિ રહે. મુક્તાનંદ માર્ગ ચલા વાપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલો ૧૫ વર્ષીય સગીરની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપી વિશાલ હળપતિ કડક પુછપરછ કરતા તેઓએ ૧૫ વર્ષીય સગીર ને પૈસાની જરૂર હોય કોઇ રાહદારી ઈસમને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.
રાહદારી રાજસ્થાન જવા ઠેલો લઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને આંતરી હત્યા નીપજાવી