ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 178 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી - Valsad Ruler Police

વલસાડ રૂરલ પોલીસ દ્વારા ડુંગરી હાઈવે પરથી રૂપિયા 17 લાખનો ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ભાગવામાં સફળ રહ્યો છે. આ શખ્સો ગાંજાનો મોટો જથ્થો વિશાખાપટ્ટનમથી રાજસ્થાન લઈ જઇ રહ્યા હતા.Cannabis was seized, Valsad Cannabis Seized

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 178 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી
પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 178 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી

By

Published : Aug 25, 2022, 6:17 PM IST

વલસાડતાલુકાના ડુંગરી હાઈવે પરથી( Dungri Highway in Valsad)પોલીસે ફિલ્મી ઢભે કારના પીછો કરીને રૂપિયા 17 લાખનો ગાંજો ઝડપી (Cannabis was seized )પાડ્યો હતો. જ્યારે કાર ચાલક ભાગી છુટયો હતો. સાથે રહેલા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સો ગાંજાનો મોટો( Valsad Cannabis Seized )જથ્થો વિશાખાપટ્ટનમથી રાજસ્થાન લઈ જવાઇ રહ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

ગાંજો ઝડપી પાડ્યો

આ પણ વાંચોSurat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા

પોલીસે ગાંજો ઝડપી પાડ્યોવલસાડ રૂલર પોલીસ ટીમ હાઈવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે રૂરલ પી.આઈ સચિન પવારને બાતમી મળેલ કે કારમાં સુરત તરફ ગાંજો લઈ જવાના હોય જે બાતમીના આધારે પોલીસે વોચ( Valsad Ruler Police)ગોઠવી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે કાર હંકારી મુકતા કાર ડુંગરીના હાઇવે ઉપર બાલાજી હોટલ પાસેથી ઉભી રાખી હતી. કાર ચાલક ભાગી છુટયો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી 78 પાર્સલ 178.180 કિલો ગાંજો જેની કિંમત 17.81 લાખનો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઅમરેલી SOGએ દરોડા પાડી એક શખ્સને 32 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

કાર ચાલક ફરારઆરોપી રાજસ્થાનનો કાર ચાલક કનૈયા જગદીશ લાલચંદ્ર ભાગી છૂટ્યો હતો. આ સાથે કારરની બાજુની સીટ ઉપર બેસેલો ગોવિંદ દિવેનસિંહ ઝડપાઈ ગયો હતો. પોલીસે કાર,ગાંજો અને મોબાઈલ મળીને 20.96 લાખના મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોટી માત્રામાં ગાંજો વિશાખાપટ્ટનમથી સુરત થઈ રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું. આમ વલસાડ પોલીસે બાતમીને આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ABOUT THE AUTHOR

...view details