વલસાડઃ શહેરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચાલતી કેન્ટીનમાં LCB એ છાપો મારતા રસોડાના ભાગે પતરાની આડમાં મુકેલા 4 કોથળામાં 64,500ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેન્ટીન મલિક રેડ થતા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા મળે કે ન મળે દારૂ મળે છે, પોલીસે રેડ કરી 64,500 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉનમાં આવેલી કેન્ટીનમાં શનિવારે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીને આધારે કેન્ટીનમાં રેડ કરતા કેન્ટીનના રસોડામાં મુકવામાં આવેલા ખાતરના 4 કોથળામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 80 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 64,500 તેમજ કેન્ટીનમાં કામ કરતા શ્યામ પાંડુરંગ ઠાકુર અને ઉષા ઠાકરેની અટકાયત કરી છે. તેમની પાસેથી બે મોબાઈલ ફોન રૂપિયા 5500ના મળી પોલીસે 69,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા મળે કે ન મળે દારૂ મળે છે, પોલીસે રેડ કરી 64,500 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો જ્યારે કેન્ટીન ચલાવનાર સંચાલક આશિષ ઠાકરે પોલીસની રેડ થતા જ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા મળે કે ન મળે દારૂ મળે છે, પોલીસે રેડ કરી 64,500 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો મહત્વનું છે કે લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા મળે કે ન મળે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં કેન્ટીનમાં બિન્દાસ પણે દારૂ મળી રહેતો હતો. નોંધનીય છે કે આ સમગ્ર કેન્ટીન અને સમગ્ર વિસ્તાર વલસાડ સીટી પોલીસના હદ વિસ્તારમાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં આવનારા તમામ લોકો બિન્દાસ પણે દારૂની મોજ માણતા હતા ત્યારે આટલું બિન્દાસ પણે સરકારી કમ્પાઉન્ડમાં દારૂનું વેચાણ થતું હોય તો શું આ સમગ્ર બાબત વલસાડ સિટી પોલીસને ખબર નહીં હોય, જેવા અનેક સવાલો વલસાડ સીટી પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે.