ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, 3 મહિલા સહિત 11 ઝડપાયા - latest news of covid 19

વાપી GIDC નોટિફાઇડ વિસ્તારમાં અમીધારા કોમ્પલેકસમાં આવેલી ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા બ્યુટી સેન્ટરમાં GIDC પોલીસે રેડ કરી સલૂનમાં કામ કરતા કારીગરો, ગ્રાહકો સહિત 11 લોકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સેન્ટરમાં લોકડાઉનમાં પણ કોઈપણ જાતની પરવા કર્યા વિના ઊંચા ભાવે બાલ, દાઢી અને મસાજનું નેટવર્ક ચાલતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.

ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા બ્યુટી સેન્ટરમાં પોલીસના દરોડા
ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા બ્યુટી સેન્ટરમાં પોલીસના દરોડા

By

Published : Apr 28, 2020, 11:48 AM IST

વાપીઃ GIDC પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ હાલ કોરોના મહામારીને અટકાવવા દેશભરમાં લોકડાઉન જાહેર કરી અનાજ કરિયાણા, મેડિકલ, દૂધની દુકાનો સિવાયની દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે દરમિયાન અમીધારા કોમ્પ્લેક્ષમાં ધ સેસન્સ વુમન્સ સલૂન એન્ડ સ્પા બ્યુટી સેન્ટરનો માલિક લક્ષ્મીલાલ ઉર્ફે લાખન સેન બ્યુટી સેન્ટરનું અડધું શટર ખુલ્લું રાખી ઊંચા દામે બાલ,દાઢી અને મસાજ કરી આપતો હોવાની વિગતો મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે રેડી પાડીને 'ધ સેસન્સ વુમન્સ સલૂન' એન્ડ 'સ્પા બ્યુટી પાર્લર'માં ગ્રાહક, કારીગર મળીને કુલ 11 લોકોની અટકાયત કરી છે. વાપી GIDCના અમીધારા કોમ્પલેકસના લાખન સેનના આ સ્પા અને સલૂનમાં કેટલાક દિવસથી સોશિયલ ડિસ્ટનસિંગના કાયદાનો ભંગ કરીને ગ્રાહકોના બાલ, દાઢી અને મસાજ કરી આપવામાં આવતા હતા. આ અંગે સોમવારે ઉદ્યોગ નગર પોલીસની ટીમે દુકાનમાં રેડ પાડી દુકાનમાં કારીગરો, ગ્રાહકો અને 3 મહિલા સહિત કુલ 11 લોકો મળી આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી.

પાર્લરમાંથી ત્રણ મહિલા પણ મળી આવતાં પોલીસ પણ અચરજમાં મુકાઈ હતી. ઉદ્યોગ નગર પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ તથા ધ ગુજરાત એપેડેમીક એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ ઇસમોમાં લક્ષ્મીલાલ ઉર્ફે લાખન સેન, અરવિંદ ભગવાન અગ્રવાલ, ગૌરવ મહેન્દ્ર લાલ અગ્રવાલ, મેંહતાબ સલમાની, ગિરીશ દેવીદાસ ખૂબચંદાની, મોહમ્મદ અકબર અલીહસન, જયદીપ દેવરાજ અસ્વાર, દિપક બાહેતી, નેહા કુમારી સિંગ, કાજલ સિંગ, જહાનારા જુમાલ એહમદ તમામ વાપીના રહેવાસી છે. જેમાં તમામ ગ્રાહકો વાપીની જાણીતી હાઇપ્રોફાઇલ સોસાયટીઓમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર દ્વારા સોમવારે કેટલીક દુકાનોને ખુલ્લી રાખવા શરતોને આધીન પરવાનગી આપી છે. જોકે કોરોના વાઇરસના સંક્રમણને જોતા એકથી વધારે વ્યક્તિઓ ભેગા થઇ શકતા હોય તેવા સલુન, સ્પા અને બ્યુટી પાર્લરને પરવાનગી આપવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details