ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવાસમાં પોલીસની રેઇડ, 2.17 લાખના ગુટખાનો જથ્થો જપ્ત કર્યો - undefined

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં પોલીસે એવરેસ્ટ પાર્કમાં રેઇડ કરી 2.17 લાખના ગુટખાનો જથ્થો જપ્ત કર્યો છે. સેલવાસમાં પોલીસને બાતમી મળી હતી કે સેલવાસમાં પ્રતિબંધિત ગુટખા-તંબાકુનું વેંચાણ થઈ રહ્યું છે. જેના બાળકો પણ વ્યસની બની ગયા છે.

gutkha
સેલવાસમાં પોલીસની રેઇડ, 2.17 લાખના ગુટખાનો જથ્થો જપ્ત કર્યો

By

Published : May 12, 2021, 12:29 PM IST

  • સેલવાસ પોલીસે ગુટખાના ગોડાઉનમાં રેડ કરી
  • પોલીસે 2.17 લાખના ગુટખા-તંમાકુ જપ્ત કર્યા
  • સેલવાસ ગુટખા પર પ્રતિબંધ છે

સેલવાસ : દાદરા નગર હવેલીમાં ગુટકા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં અનેક દુકાનો અને પન્ના ગલ્લાના આસપાસમાં ગુટકા તમાકુનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે. સેલવાસના મુખ્ય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ સેબાસ્ટીયન દેવાસીયાએ આ બદીને દૂર કરવા ગુટખાના ગોદામમાં રેડ કરી 2.17 લાખના ગુટખાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લમાં બાળકોમાં તંમાકુ સેવન વધ્યું

સેલવાસમાં નાની ઉંમરના બાળકોમાં તમાકું ગુટકાના સેવનનું ખૂબ જ પ્રમાણ વધ્યું છે. સેલવાસ શહેરની ગલીઓમાં ચોરીછૂપીથી પ્રતિબંધિત ગુટખા તંબાકુ વેંચાઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને ધ્યાનમાં રાખી સેલવાસ પોલીસ સ્ટેશનની ટીમે સેલવાસ-નરોલી રોડ ઉપર આવેલ એવરેસ્ટ પાર્ક A-1 રૂમ નંબર 101માં રેડ પાડી હતી. પોલીસે રૂમમાંથી ગુટકા તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. જેની કિંમત 2 લાખ 17 હજાર હતી.

સેલવાસમાં પોલીસની રેઇડ, 2.17 લાખના ગુટખાનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો :દિલ્હી સરકારે ગુટખા, તમાકુ અને પાન મસાલા પર પ્રતિબંધ લગાવ્યો

F&D વિભાગને જથ્થો સુપ્રત કર્યો

પોલીસ ટીમે ગુટખાનો જથ્થો જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પ્રીતિ ઠાકુરને જાણ કરી ફૂડ એન્ડ ડ્રગની ટીમને સ્થળ પર બોલાવી તમામ 2.17 લાખનો ગેરકાયદેસર ગુટખાનો જથ્થો સુપ્રત કર્યો હતો. જ્યારે આ ગુટખાનો જથ્થો રાખનાર અને વેંચાણ કરનાર બાબુલાલ માલી નામના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details