ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પાસે ટ્રેનમાં લૂંટ કરનારા લૂંટારુઓનો સ્કેચ તૈયાર

વલસાડ : શહેરના ડુંગરી સ્ટેશન નજીકમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારુંઓએ લૂંટ ચલાવી હતી. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી 50 લાખથી વધુની રકમ લઈ લુંટારુઓ અંધકારમાં ફરાર થયા હતા. લૂંટારાઓનું પગેરું શોધવા રેલવે પોલીસે 6 ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. ફરિયાદીના વર્ણનના આધારે સ્કેચ બનાવી તેની શોધખોળ હાથ ધરાઈ છે.

ETV BHARAT VALSAD

By

Published : Nov 22, 2019, 12:07 PM IST

Updated : Nov 22, 2019, 2:10 PM IST

વલસાડ શહેરની આંગડિયા પેઢીનો કર્મચારી રાત્રે વલસાડ સ્ટેશનથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એન્જીનની પાછળના પાસ હોલ્ડર ડબ્બામાં સુરત જવા નીકળ્યો હતો. તેની સાથે વલસાડ સ્ટેશનેથી ચડેલા 5 લુંટારુંઓએ ડુંગરી સ્ટેશન પેહલા બાલાજી કંપની બાદ ટ્રેનનો સિગ્નલ ફેઈલ કરી ટ્રેનને થોભાવી દીધી હતી. ત્યારબાદ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી તેની પાસેની પાસેની બેગ આંચકી લીધી હતી.

યુવકને માથાના ભાગે માર મારતા તે લોહી લુહાણ થયો હતો. અન્ય યુવક બચાવવા વચ્ચે પડવા જતા લુંટારુએ તમંચો તેના તરફ તાકી અંધારામા લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. લૂંટની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદીના વર્ણનના આધારે એક સ્કેચ બનાવવામાં આવ્યો છે. જે ટ્રેનમાં રોજિંદા આવતા જતા લોકોને બતાવી પૂછપરછ થઈ રહી છે. સાથે જ તેને સોશિયલ મીડિયામાં પણ ફેલાવવામાં આવ્યો છે.

સામાન્ય વ્યક્તિને પાસ હોલ્ડરના ડબ્બામાં ચડવા દેવામાં આવતા નથી. ત્યારે 5 લુંટારું પાસ હોલ્ડરના ડબ્બામાં વલસા થી કાઈ રીતે ચડ્યા એ પણ એક મહત્વ પ્રશ્ન અને તપાસનો વિષય છે.

Last Updated : Nov 22, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details