- રૂપિયા 76 હજારની ડીજેની સામગ્રી લીસે કબ્જે કરી
- ડીજેનો અવાજ આવતા પોલીસ કન્યાના ઘરે પહોંચી
- 90થી વધુ લોકો એકત્ર થતા જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ
વલસાડ : પારડી તાલુકાના ખુંટેજ ગામના ભગત ફળિયામાં કન્યાના લગ્ન સમયે જાન આવવાની તૈયારી હતી. તે દરમિયાન પારડી પોલીસ પેટ્રોલિંગમાં નીકળતા ડીજેના સુરતાલના અવાજ આવતા પોલીસ કન્યાના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસે લગ્નની પરવાનગી અંગે ચકાસણી કરતા ન લીધી હોવાનું જણાવતા પોલીસે DJ સંચાલક અને કન્યાના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : પંચમહાલના ગોધરા તાલુકામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નમાં નાચ્યા હોવાનો વિડિયો વાયરલ થયો
ડીજેની સામગ્રી સ્પીકર, જનરેટર, એમ્પ્લીફાયર, લાઈટબોર્ડ, પોલીસે કબ્જે કર્યો
ખુંટેજ ગામે લગ્નમાં આવેલા વર-કન્યા પક્ષ મળીને 90 જેટલા વ્યક્તિ ભેગા થતા કોરોના જાહેરનામાનો ભંગ અને સોશિયલ ડિસ્ટન્સ અને નાચ-ગાન કરતા પોલીસે કન્યાના પિતા જવાહર ચંદુભાઈ પટેલ અને DJ સંચાલક જસવંત રમણભાઈ નાયકની ધરપકડ કરીને રૂપિયા 76 હજારની ડીજેની સામગ્રી સ્પીકર, જનરેટર, એમ્પ્લીફાયર, લાઈટબોર્ડ, પોલીસે કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો : પંચમહાલમાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડી.જે.ના તાલે ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસે કાર્યવાહી કરી
પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો
પારડી તાલુકાના ખૂંટેજ ગામના જવાહર ચંદુ ભાઈની પુત્રીનો લગ્ન પ્રસંગ હતો અને જાન આવવાની તૈયારીમાં હતી. ત્યારે જ પારડી પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને બરાબર એજ સમયે ડીજે સાઉન્ડ સંભળાતા પોલીસે લગ્ન મંડપે પોહચી અને 90થી વધુ લોકો એકત્ર થયેલા જોવા મળતા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો હતો.