વલસાડઃ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા ઘરની બહાર નીકળનારા તમામ લોકોએ મોઢે માસ્ક બાંધીને ફરજિયાત પણે નીકળવા માટે જણાવવામાં આવ્યું છે. તો આ સાથે વાહનો ઉપર જતી વખતે વાહન ચાલકોએ ફરજિયાત માસ્ક પહેરવું અનિવાર્ય છે. ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હતી.
માસ્ક વગર નિકળતા લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
- પોલીસે વાહનચાલકોનો ફટકાર્યો દંડ
- 3 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલાયો
- પોલીસે કુલ 1,614 કેસ નોંધ્યા
જો કે, આ તમામ બાબતનું પાલન કરાવવાની સત્તા પોલીસને આપવામાં આવી છે, ત્યારે પોલીસે તમામ બાબતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કરતા માસ્ક વગર ફરતા અનેક લોકો અનેક વાહનચાલકો પોલીસના હાથે દંડાયા હતા.