ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંકલોન પર બાઇક લઈ વેચી દેવાનું કૌભાંડ કરનાર 3 શખ્સને પોલીસે ઝડપ્યા, 16 બાઇક કરી કબ્જે - Valsad police

વલસાડમાં મૃતકના નામે બેન્ક લોન પર બાઇક લઈને બાઇક વેચી દઈ અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર 3 શખ્સની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી છે અને અન્ય લોકોના નામના કાગળો બેન્કમાં મૂકી 16 જેટલી બાઇકો લઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વેચી દેવામાં આવતી હતી.

બીજાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંકલોન પર બાઇક લઈ વેચી દેવાનું કૌભાંડ કરનાર 3 શખ્સને પોલીસે ઝડપ્યા
બીજાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બેંકલોન પર બાઇક લઈ વેચી દેવાનું કૌભાંડ કરનાર 3 શખ્સને પોલીસે ઝડપ્યા

By

Published : Jun 27, 2021, 9:13 PM IST

બેન્કિંગ વ્યવહારની સમજણ ના પડતી હોય એવા લોકોના કાગળો લઈ કૌભાંડ કરવામાં આવતું હતું

ગુંદલાવના ઘડોઈ ફાટક પાસે રહેતા એક મૃતકના નામે બાઇકની ખરીદી થઈ હતી

બેંકમાં નાણાં ન ભરતા રિકવરી કરવા આવેલા બેન્ક કર્મચારી કૌભાંડ આવ્યું બહાર

વલસાડ: ગુંદલાવના ઘડો ફાટક પાસે રહેતા આશિષભાઈ મુકેશભાઈ પટેલના પિતા મુકેશભાઈ મણીલાલ પટેલ અને આ ટોળકીએ પૈસાની લાલચ આપી વિશ્વાસમાં લઇને તેમની પાસેથી જરૂરી દસ્તાવેજ મેેેળવી જુદી-જુદી બેંક અને ફાઇનાન્સ કંપનીઓના માધ્યમથી ત્રણ યામાહા કંપનીના આરવન ફાઈ લોન મેળવી તેની જાણ બહાર વલસાડ ડુંગરી વાપી તથા મહારાષ્ટ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ વેચાણ કરી નાખ્યા હતા.

બેન્કના રિકવરી ઓફિસર લોનની રિકવરી મેળવવા પહોંચ્યા હતા

પાડોશમાં રહેતા અશોકભાઇ સુમનભાઈ પટેલના નામે પણ એક બજાજ પ્લેટીના મોટર સાયકલ લોન્ચ કરી નાખી હતી. આ સમગ્ર હકીકત બહાર આવી, ત્યારે બેંકના રિકવરી ઓફિસર લોનની રિકવરી મેળવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ તેમણે કોઈ બાઈક તો ખરીદી જ નહોતી અને લોન પણ લીધી ન હતી. જેને જોતા જ તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું અનુમાન થતા તેમણે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

રૂરલ પોલીસ મથકે ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા 3 શખ્સને ઝડપ્યા હતા

મૃતક પિતાના કાગળોનો ઉપયોગ કરીને બેંકમાંથી લોન લઈ બાઇક ખરીદી બાઇકને અન્ય જગ્યાઓ પર વેચી નાખવાના કૌભાંડ બાબતે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ આવતા રૂરલ પોલીસ મથકના પીએસઆઇ રાણા અને તેમના સ્ટાફ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેમણે આ સમગ્ર કિસ્સામાં વિજય ઓમકાર વિઠ્ઠલભાઈ પાટીલ, મયુર અમ્રતભાઇ પટેલ, અંકિત વિનોદ પટેલની ધરપકડ કરી છે. જેમના દ્વારા અનેક લોકોના કાગળોનો ઉપયોગ કરી 16 જેટલા વાહનો વિવિધ ફાઇનાન્સ કંપનીમાંથી લોન કરી વેચી દેવામાં આવ્યા હતા. જે 16 મોંઘીદાટ બાઇકો પોલીસે કબજે કરી છે.

પોલીસે 19 લાખ 84 હજારની બાઇકો કબ્જે કરી છે

આ સમગ્ર કિસ્સામાં રૂરલ પોલીસે 16 જેટલી મોંઘીદાટ બાઇક કબ્જે કરી. જેમાં પલ્સર, બુલેટ જેવી અનેક બાઇકો વિવિધ જગ્યાઓ પર વેચાણથી આપી દેવામાં આવી હતી. જેને પરત કબજે કરી પોલીસે 19 લાખ 84 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કૌભાંડ કરનારા 3 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે

લોકોના જરૂરી દસ્તાવેજોનો દુરુપયોગ કરીને વિવિધ બેન્કો અને ફાયનાન્સ પરથી બાઈક લોન કરી હપ્તા ન ભરવા માટે તેને અન્ય લોકોને વેચી દઈ રોકડી કરી લેવાનું કૌભાંડ કરનારા ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ તેમની સાથે સંકળાયેલા અન્યની તપાસ અને શોધખોળ પણ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details