- વાપીમાં કારમાં લિફ્ટ આપતી પૈસા સેરવતા સુરતના પત્રકારો ઝડપાયા
- લેભાગુ પત્રકારોએ વાપીના વેપારીના 1.20 લાખ સેરવી લીધેલા
- પોલીસે 5 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
વલસાડ:- વાપીમાં અઠવાડિયા પહેલા એક વેપારીને 5 જેટલા શખ્સોએ કારમાં લિફ્ટ આપી વેપારી પાસે રહેલા 1.20 લાખ રૂપિયા સેરવી લઈ કારમાંથી ઉતારી નાસી ગયા હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે નોંધાઇ હતી. જેનો ભેદ વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે ઉકેલી નાખ્યો હતો. કારમાં લિફ્ટ આપી રૂપિયા સેરવી લેતી ગેંગ અલગ-અલગ ચેનલના પત્રકાર હોવાનો રૌફ બતાવી રાહદારીઓને લિફ્ટ આપી આ ગુના આચરતી હતી.
કારમાં લિફ્ટ આપી પૈસા પડાવી લેતા 5 લેભાગુ પત્રકારોની પોલીસે કરી ધરપકડ આઇકાર્ડ અને લોગોવાળા માઇક બતાવી રૌફ બતાવ્યો વાપી SOGની ટીમ ભીલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ નજીક ઝાયલો કાર નંબર GJ05-CP-9445માં સવારે પાંચ શકમંદોને અટકાવી પૂછપરછ કરી હતી. જેમાં તેઓ પત્રકાર હોવાનું અને તેમની પાસે રહેલા ન્યૂઝ-7, ન્યૂઝ-24ના આઈકાર્ડ, લોગો સાથેના માઇક બતાવી રૌફ બતાવ્યો હતો.
આ પણ વાંચોઃરાજકોટમાં મગફળી કૌભાંડ નહિ, લેભાગુ તત્વોએ ખેડૂતના 2500 રૂપિયા પડાવ્યા: જયેશ રાદડિયા
પાંચેય શખ્સો પત્રકારના નામે રાહદારીઓને કારમાં લિફ્ટ આપતા
જો કે પોલીસે તેમની ઉલટ તપાસ કરતા આ પાંચેય શખ્સો પત્રકારના નામે રાહદારીઓને કારમાં લિફ્ટ આપી રૂપિયા સેરવી લેતી ગેંગના સભ્યો હોવાનો પર્દાફાશ થયો હતો. જે અંગે વાપી ડિવિઝનના DySP વી. એમ. જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પાંચેય શખ્સો સુરત અને નવસારીના વતની છે. જેઓએ સપ્તાહ પહેલા વાપીમાં એક વેપારીને લિફ્ટ આપી તેમની પાસેથી સવા લાખ જેટલી રકમ સેરવી વેપારીને કારમાંથી ઉતારી નાસી ગયા હતાં.
કારમાં લિફ્ટ આપી પૈસા પડાવી લેતા 5 લેભાગુ પત્રકારોની પોલીસે કરી ધરપકડ પોલીસ પર પત્રકાર હોવાનો રૌફ બતાવેલોપોલીસે પકડેલા પાંચેય લેભાગુ પત્રકારો પાસેથી 21,500 રોકડા રૂપિયા, 21 હજારના 4 મોબાઈલ, 5 લાખની કાર સહિત કુલ 5,42,500નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. રાહદારીઓને કારમાં લિફ્ટ આપી ખિસ્સા કાપતી ગેંગમાં હાસીમ શબ્બીર સૈયદ, ફિરોઝ યાસીન શેખ, સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ, જહુર સરદાર ખાન અને મોહસીનહુસેન હુસેનમહમદ નામના શખ્સોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃબેરોજગારીનો ગેરલાભ ઉઠાવતા લેભાગુ તત્વો સામે બાળ વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી
પોલીસે ખિસ્સા કાપતી ગેંગનો પર્દાફાશ કર્યો
ખિસ્સા કાપતી આ લેભાગુ પત્રકારોની ટોળકીએ પોલીસ સામે પણ પોતાનો રૌફ બતાવ્યો હતો. જેને પોલીસે આગવી ઢબે ઉતારી નાખ્યો છે. જ્યારે આવા પત્રકરોને કારણે સાચા પત્રકારોએ સહન કરવાનું આવતું હોવાનું જણાવતા DySP જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, આવા લોકો જ્યારે પોતાને પત્રકાર ગણે ત્યારે તેમના આઈકાર્ડ ચેક કરવા, સાથે જરૂરી ખાતરી કરીને પછી જ તેમના પર વિશ્વાસ મૂકે અને લેભાગુ પત્રકારો અંગે પોલીસને જાણ કરે.