પારડી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું, દેશી તમંચા સાથે 3ની અટકાયત - ચેન સ્નેચિંગ
વલસાડઃ પારડી પોલીસે ચેન સ્નેચિંગના ગુનામાં તપાસના આધારે બાઇક ચાલકને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી દેશી હાથ બનાવટી તમંચો મળી આવ્યો હતો. આમ, ચેન સ્નેચિંગનો ગુનો ઉકેલવા જતા પારડી પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું.

દેશી તમંચા
પારડી નજીક આવેલ ઓરવાળ વિસ્તારમાં મોડી સાંજે કોઇ અજાણ્યા બાઇક ચાલકે RTO એજન્ટના ગળામાં પહેરેલી ચેન ખેચીને ફરાર થઇ ગયા હતાં. આ ઘટના અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ બાઇકની તપાસમાં પેટ્રોલિંગ દરમિયાન ઉદવાડાના રેટલાવ નજીક આ બાઇક ચાલક સહિત 2 અન્યની પુછપરછ કરી તપાસ કરતા તેમની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત 10 હજાર રૂપિયા અને રોકડ રૂપિયા 1780 મળી કુલ 61,880નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આ 3 આરોપીની અટકાયત કરી હતી.
પારડી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું