વાપી: ટુકવાડાના ગામે ઓવાર ફળિયામાં આવેલી આંગણવાડીમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી માસ્ક પહેર્યા વિના અને સોશ્યિલ ડિસ્ટન્સનું ભંગ કરી કેટલાક યુવાનોએ બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી હતી. જેથી કાયદાની ઐસી તૈસી કરતી આ ઘટના અંગે ગામના જાગૃત નાગરિકે વલસાડ કલેક્ટર સહિત ઉચ્ચ કચેરીમાં રજુઆત કરી હતી.
વાપીની આંગણવાડીમાં બર્થ ડે ઉજવતા 11 યુવાનોની પોલીસે કરી ધરપકડ
વાપી નજીક ટુકવાડા ગામમાં ગામના માથાભારે ઈસમો અને હોમગાર્ડ જવાને કોરોના મહામારીના સમયમાં સોશ્યિલ ડિસ્ટન્સ અને કાયદાની ઐસી કી તૈસી કરી આંગણવાડીમાં બર્થડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અંગે ગામના જાગૃત નાગરિકે વલસાડ કલેક્ટર સહિત પોલીસ વિભાગમાં ફરિયાદ કરી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા ફરિયાદ કરી હતી. આ ફરિયાદ આધારે પારડી પોલીસે બર્થડે બોય સહિત 11 યુવાનોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી
આ ફરિયાદના આધારે પારડી પોલીસે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે જન્મ દિવસની કેક કાપી ઉજવણી કરનારા 11 યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે બર્થડે પાર્ટીની ઉજવણી કરતા બર્થ ડે બોય અંકિત પટેલ અને તેના મિત્રો યોગેશ પટેલ, લલિત પટેલ, જયમલ પટેલ, કેતન પટેલ, જીગ્નેશ પટેલ, યતીન પટેલ, હિરેન પટેલ દિવ્યેશ પટેલ, વિરેન્દ્ર પટેલ, સુરેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.