વલસાડ : પારડી તાલુકાની શાળાએ જતી વિદ્યાર્થીનીને હાથ પકડી અને શારીરીક અડપલા કરવાનો પ્રયાસ કરતા આ મામલે સગીરની માતાએ ફરીયાદ નોંધાવેલી હતી. જેના આધાર પર પોલીસે ફરિયાદ બાદ તુરંત આરોપીની તપાસ કરતા યુવાન ગોઈમા ગામનો રહેતો સ્મિત સુરેશ પટેલને પકડી પાડ્યો હતો. આરોપીએ સોમવારે આ સગીર વયની વિધાર્થિની સાથે બળજબરી કરી અને ધાક ધમકી આપી હતી. આ સમગ્ર બનાવને લઇ બાળકીની માતા બાળકીને લઇ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.
પારડી નજીકના ગામમાં સગીરની છેડતી કરતા યુવકની પોલીસે કરી ધરપકડ - પારડી પોલીસ
પારડી તાલુકાના એક ગામે શાળાએ જતી વિદ્યાર્થીનીને હાથ પકડી લઇ તેની સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરતા આ મામલે સગીર વિધાર્થિનીના માતાની ફરિયાદ આધારે પારડી પોલીસે આરોપી સામે છેડતી અને જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
સગીરની છેડતી કરતા યુવકની પોલીસે કરી ધરપકડ
વિદ્યાર્થીને પરેશાન કરી જાતીય સતામણી કરનાર સ્મિત સુરેશ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ipc 354 (ખ) 354 (ઘ )તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ અને સને ૨૦૧૨ ની કલમ 11 એક 5 તથા ૧૨ મુજબ સ્મિત સુરેશ પટેલ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.