વાપીમાં કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરનાર મહિલાની દાદાગીરી, પોલીસે કરી ધરપકડ - વાપી ન્યુઝ
વાપી: વાપી નજીક કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી મહિલાએ સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી અને પર્યાવરણને નુકસાન કર્યું હતું. તેમજ નદીમાં કચરો ઠાલવી પ્રદુષણ ફેલાવતી મહિલા વિરુદ્ધ ડુંગરા પોલીસે અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ કાયદેસરના પગલા લીધા છે. આ ઘટનામાં મહિલાએ પોલીસની અને GPCBની કામગીરીમાં અડચણ ઉભી કરી ધાક ધમકી અને અપશબ્દો બોલ્યા હોવાથી પોલીસે કડક પગલા સાથે મહિલા સહિત અન્ય બે ઇસમોની ધરપકડ કરી છે.
વાપીમાં કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરનાર મહિલાની દાદાગીરી, પોલીસે કરી ધરપકડ
વાપી નજીકના ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ કરવડ ગામમાં ભંગારનું ગોડાઉન ધરાવતી જાગૃતિ પટેલ નામની મહિલા દ્વારા તંબાડી ફાટક નજીક સરકારી જમીનમાં ભંગારનો કચરો સળગાવી પર્યાવરણને નુકસાન કરતી હતી. તેમજ નજીકની નદીમાં કચરો નાખી પાણીને પ્રદૂષિત કરતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જે અંગે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ ડુંગરા પોલીસ સાથે મહિલાના ગોડાઉન પર પહોંચ્યા હતાં.