ગુજરાત

gujarat

By

Published : Nov 22, 2020, 10:36 AM IST

ETV Bharat / state

વલસાડ: પાર્ક કરેલી લોક કર્યા વગરની કારમાંથી ચોરી કરતો ચોર પોલીસ પકડમાં

પારડીમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. લોક વગરની કારમાંથી 25,000 અને મોબાઈલથી ચોરી કરનારા શખ્સની પારડી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ખડકી રેમન્ડ કંપની પાસેથી ઇસમને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. કારમાંથી ચોરી કરી રૂપિયા મોજશોખ પાછળ ખર્ચી નાખ્યા હોવાના આરોપીએ કબુલતા કરી છે.

: પાર્ક કરેલી લોક કર્યા વગરની કારમાંથી ચોરી કરતો ચોર પોલીસ પકડમાં
: પાર્ક કરેલી લોક કર્યા વગરની કારમાંથી ચોરી કરતો ચોર પોલીસ પકડમાં

  • ખડકી રેમન્ડ કંપની નજીકથી યુવકને પૂર્વ બાતમીના આધારે દબોચી લીધો
  • પાર્ક કરેલી લોક કર્યા વગરની કારમાંથી કરી હતી ચોરી
  • ચોરીમાં મળેલા પૈસા લઈ દમણ પહોંચી મોજશોખ પુરા કરતો
  • પારડી પોલીસની પૂછપરછમાં બે ચોરીની કરી કબૂલાત

    વલસાડ: પારડીમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. લોક વગરની કારમાંથી 25,000 અને મોબાઈલથી ચોરી કરનારા શખ્સની પારડી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ખડકી રેમન્ડ કંપની પાસેથી ઇસમને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. કારમાંથી ચોરી કરી રૂપિયા મોજશોખ પાછળ ખર્ચી નાખ્યા હોવાના આરોપીએ કબુલતા કરી છે.
    : પાર્ક કરેલી લોક કર્યા વગરની કારમાંથી ચોરી કરતો ચોર પોલીસ પકડમાં

પોલીસની પૂછપરછમાં બે ચોરીની કરી કબૂલાત

પારડી સિનિયર PSI બી.એન ગોહિલ,PSI જે.એસ.રાજપૂત, વુમન હેડ કોન્ટેબલ યોગીતાબેન સહિતની ટિમ પારડી વિસ્તારમાં દિવાળી નિમિત્તે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીના આધારે ખડકી રેમન્ડ ચાર રસ્તા પાસેથી કમલેશ નામના આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં આરોપીએ ચોરી કરવાની વાતને કબુલી હતી.

ચોરીના પૈસા મોજશોખ પાછળ ખર્ચતો

બજારમાં ફરતી વખતે પાર્ક કરેલી અને લોક કર્યા વિનાની કાર શોધી કમલેશ તક મળતાં તેમાં રાખેલો સામાન ચોરી કરી લેતો હતો. પૈસા પાકિટ મોબાઈલ જે પણ મળે એ ઉઠાવી લેતો હતો. ચોરીમાં મળેલા પૈસા લઈ સીધો દમણ જઈ ચોરીના પૈસા મોજ મઝા પાછળ ખર્ચી નાંખતો હતો. આરોપી દારૂના નશા સહિત અનેક વ્યસનોનો આદિ છે.

ABOUT THE AUTHOR

...view details