વાપીગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાજકીય પક્ષોએ પ્રચારનો (BJP Election Campaign) ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાપીમાં 19 નવેમ્બરે ભવ્ય રોડ શૉ કરશે. સાતે જ તેઓ વલસાડના પરમ ગ્રાઉન્ડ ખાતે પાંચેય વિધાનસભા બેઠકના કાર્યકરોને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈ પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનું દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) રૂટ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
કનુ દેસાઈ સહિત ભાજપના આગેવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી પ્રચારને (BJP Election Campaign) લઈ વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આજે (16 નવેમ્બરે) વલસાડમાં રોડ શૉ કરશે. ત્યારબાદ 19મી નવેમ્બરે ભાજપના ઉમેદવારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપીમાં ભવ્ય રોડ શૉ કરશે.
વલસાડમાં PM મોદીની જાહેરસભા વલસાડમાં ધરમપુર રોડ ખાતે આવેલા પરમ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને (PM Modi Public Meeting in Valsad) સંબોધન કરશે. જેમાં પાંચેય વિધાનસભાના કાર્યકરોને વડાપ્રધાન ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી ઉમેદવારો માટે પ્રચાર (BJP Election Campaign) કરશે. આ સમગ્ર આયોજન અંગે વલસાડ ભાજપના મોવડીઓ અને પારડી વિધાનસભાના ઉમેદવાર કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) સભાસ્થળનું અને રોડ શૉ ના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
પહેલા રોડ શૉ ને પછી જાહેરસભાઆ અંગે ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ (Pardi Assembly Seat BJP Candidate Kanu Desai) જણાવ્યું હતું કે, ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીએ વાપી ખાતે આવશે. અહીં તેઓ વલસાડ-વાપી ભાજપના કાર્યકરો દ્વારા યોજવામાં આવેલી વિજય વિશ્વાસ રેલીમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર રોડ શૉ દરમિયાન તેઓ કાર્યકરોને પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડવાના છે.