- કપરાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોન યોજાઇ
- મેથોનમાં અંતે ભાગ લેનાર યુવાનોને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામ વિતરણ કરાયું
- કપરાડાના ધારાસભ્ય તેમજ માજી ધારાસભ્યએ મેરેથોનમાં રહ્યા હતા હાજર
વલસાડ:કપરાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ખાસ સંકલ્પયાત્રા અંતર્ગત મેરેથોન યોજાઇ હતી જે આર હાઈ સ્કૂલથી વારોલી ચાર રસ્તા સુધી 5 કિલોમીટરની મેરેથોનમાં અનેક યુવાનો જોડાયા હતા. આ મેરેથોનમાં ભાગ લેવા વાંસદા તેમજ સેલવાસથી પણ યુવાવર્ગ ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોનમાં અંતે ભાગ લેનાર યુવાનોને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામ વિતરણ કરાયું હતુ.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા કપરાડા દ્વારા મેરેથોનનું આયોજન
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા કપરાડા દ્વારા સંકલ્પયાત્રા અંતર્ગત યુવાનોમાં રહેલી ખેલ પ્રત્યેની પ્રતિભાને બહાર લાવવા તેમજ ગ્રામીણ કક્ષાના યુવાનોમાં રહેલી ખેરવીને વિકસાવવા માટે પાંચ કિલોમીટરની લાંબી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજે વહેલી સવારે નાનાપોંઢા ખાતે આવેલી હાઈસ્કૂલના ગેટ પાસે થી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા નાનાપોઢા ખાતે 5 કિમિ મેરેથોનનું આયોજન આ પણ વાંચો:યાત્રાધામ અંબાજીમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
કપરાડાના ધારાસભ્ય દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો
કપરાડાના ધારાસભ્ય મેરેથોનને કપરાડાના ધારાસભ્ય ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કપરાડા તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત કરવામાં આવેલી પાંચ કિલોમીટર લાંબી મેરેથોન માટે આજે વહેલી સવારે મોટી સંખ્યામાં અનેક રમતવીરો તેમજ સ્થાનિક યુવાનો જોડાયા હતા. આ મેરેથોનનો પ્રારંભ કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ ભાજપનો ઝંડો બતાવી પ્રારંભ કરાવ્યો હતો. પાંચ કિલોમીટર લાંબી દોડમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
મેરેથોન દોડમાં અનેક યુવક-યુવતીઓ ઉત્સાહભેર જોડાયા
સંકલ્પયાત્રા અંતર્ગત યોજાયેલી મેરેથોન દોડમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કરાયા આજે સવારે સાત વાગ્યે શરૂ થયેલી મેરેથોન દોડમાં અનેક યુવક-યુવતીઓ ઉત્સાહભેર જોડાયા હતા, તો કેટલાંક યુવક-યુવતીઓ અનેક ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લઈ ચૂક્યા હતા આવા તમામ યુવક-યુવતીઓને મેરેથોનના અંતે પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઇનામ વિતરણ તેમજ મેડલ નું વિતરણ કરવામાં આવ્યું હતું ભાગ લેનારા યુવક-યુવતીઓએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલા આવા કાર્યક્રમોથી અનેક યુવાનોને રમતગમત ક્ષેત્રે જોડાવા માટે પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો:પાટણનો ડંકો: હાજીપુરની દોડવીર યુવતી વિશ્વ ફલક પર ચમકી, મેડલ પોતાના નામે કર્યાં
કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ, કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, માજી ધારાસભ્ય મધુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ તેમજ કપરાડા તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલભાઈ ભોયા અને તેમની ટિમ હાજરી આપી હત.