- 1751માં બનેલો પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત
- શિવાજી મહારાજે પણ અહીં લીધી હતી મુલાકાત
- પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવ્યો છે 84 લાખનો ખર્ચ
પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત હાલતમાં, કિલ્લાના રિનોવેશનની કામગીરી થશે શરૂ - valsad news
વલસાડ જિલ્લામાં ઐતિહાસીક શિવાજીના સમયનો કિલ્લો આજે અત્યંત જર્જરિત હાલતમાં છે. જોકે, નગરપાલિકા દ્વારા આ કિલ્લામાં રિનોવેશન કરી ચિલ્ડ્રન ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેની દેખરેખના અભાવે આ ગાર્ડન પણ જર્જરિત બન્યું છે. ત્યારે હાલ નવા આવેલા પાલિકાના પ્રમુખ દ્વારા કિલ્લામાં ફરીથી રિનોવેશનની કામગીરી કરવામાં આવશે. તાજેતરમાં આ માટે એક સર્વે પણ કરવામાં આવ્યું હતું.

પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત
વલસાડ : પારડી નગર જેના દ્વારા ઓળખાય છે એ ઐતિહાસિક પેશ્વા સમયનો કિલ્લો આજે ખુબ જર્જરિત હાલતમાં છે. જેની કેટલીક જગ્યાઓ તૂટી ચૂકી છે તેમજ કિલ્લાના બુરજ પણ તૂટી ગયા છે. જોકે, નગરપાલિકા દ્વારા આ અગાઉ 84 લાખનો ખર્ચ કરવામાં આવી ચૂક્યો છે.
પારડી પાલિકા કચેરીની પાછળ આવેલ કિલ્લો અત્યંત પૌરાણિક અને ઐતિહાસિક છે. જ્યાં શિવાજી મહારાજ પણ આવી ચૂક્યા હતા. આજે પણ પેશ્વાઈ સમયની કલા કારીગીરી અહીં જોવા મળે છે. પરંતુ હાલ આ કિલ્લાની હાલત દયનીય જોવા મળી રહી છે એના મોટા બુરજ જે કિલ્લાને ઓળખ આપતા હતા તે તૂટી ચૂક્યા છે. કેટલીક દીવાલો ઉપર તો વડવાઈ વીંટળાઈ ચૂકી છે અને દીવાલોનું સ્થાન વડવાઈએ લઇ લીધું છે.
પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત
પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત
2014 માં 84 લાખનો ખર્ચ કરી કિલ્લાને વિકસાવવા માટે ઉપર બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું
વર્ષ 2014 માં પાલિકાના તે સમયના પાલિકા સંચાલકોએ કિલ્લાને બચાવવા અને પારડી નગરને એક ઓળખ મળે એવા હેતુથી 84 લાખનો ખર્ચ કરીને કિલ્લામાં ઉપર ગાર્ડન, લાઇટિંગ, ઝુલા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ દેખરેખને અભાવે આ તમામ ચીજો આજે ભંગાર હાલતમાં પડી છે.
પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત
નવા આવેલા પાલિકા પ્રમુખ દ્વારા ફરી કિલ્લાને નવપલ્લીત કરવા પ્રયાસ શરૂ કરાયો
હાલ પાલિકામાં નવી આવેલી બોડી દ્વારા પારડી નગરની ઓળખ એવા કિલ્લાને ફરીથી નવપલ્લીત કરવા માટે તાજેતરમાં જ થોડા દિવસ અગાઉ એક કન્સલ્ટન્ટ કંપનીને બોલાવીને સર્વે કામગીરી કરવામાં આવી હતી. જ્યારેે આ કિલ્લાને ફરી નવી ઓળખ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. આમ પારડીમાં આવેલ પેશ્વાઈ સમયના જર્જરિત બનેલા કિલ્લાને ફરી નવપલ્લીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે માટે પાલિકાના સત્તાધીશોએ કમર કસી છે.
પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત હાલતમાં, કિલ્લાના રિનોવેશનની કામગીરી થશે શરૂ
Last Updated : Dec 21, 2020, 8:13 PM IST